આતંકવાદી હુમલામાં પિતા-પુત્ર સહિત 3 ગુજરાતીઓનાં મોત, પાકિસ્તાને કહ્યું હુમલામાં અમારો કોઇ હાથ નથી

12:52 PM Apr 23, 2025 | gujaratpost

બર્થ ડેના એક દિવસ પહેલા જ પરિવારની સામે સુરતનો યુવક વીંધાયો

17 વર્ષીય પુત્ર સ્મિત 11મા ધોરણમાં અભ્યાસ કરતો

Pahalgam Terror Attack: જમ્મુ- કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 લોકોનાં મોત થઇ ગયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. સુરતના શૈલેષ કળથીયા અને ભાવનગરના યતિન પરમાર તથા તેમના પુત્ર સ્મિતની પણ હત્યા થઇ છે. ભાવનગર-પાલિતાણાના સિનિયર સિટીઝન-યુવાનોનું 20 લોકોનું ગ્રુપ 15 દિવસના પ્રવાસે ગયું હતું.

Trending :

ગુજરાતથી ગયેલા કેટલાક પર્યટકો ઘાયલ પણ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ મોદી સરકાર પણ એક્શન મોડમાં આવી ગઇ છે, પુલવામાં બાદ આ સૌથી મોટો હુમલો છે, પીએમ મોદીએ કહ્યું છે કે જવાબદારોને છોડવામાં આવશે નહીં.

સામે પાકિસ્તાનમાં ફફડાટ ફેલાઇ ગયો છે, પાક એરફોર્સ એલર્ટ મોડ પર છે, તેમને ડર છે કે ભારત આ હુમલાનો બદલો લેશે. પાકિસ્તાને એમ પણ કહ્યું છે કે આ હુમલા સાથે અમારે કોઇ પણ પ્રકારનો સંબંધ નથી, જો કે લશ્કર જેવા આતંકી સંગઠનોને પાકિસ્તાનમાં જ મદદ મળી રહી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++