જો પુતિન યુક્રેન યુદ્ધમાંથી પીછેહઠ કરે છે, તો થઇ શકે છે તેમની હત્યા, એલોન મસ્કનો દાવો

10:55 AM Feb 14, 2024 | gujaratpost

અમેરિકાઃ રશિયા-યુક્રેન યુદ્ધને હવે લગભગ બે વર્ષ થઈ ગયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો તાજેતરનો એક ઇન્ટરવ્યું વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ સ્પષ્ટપણે કહી રહ્યાં છે કે રશિયા હવે યુક્રેનના યુદ્ધમાંથી પાછળ નહીં હટી શકે. ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીના માલિક એલોન મસ્કએ પણ અમેરિકન ધારાશાસ્ત્રીઓની સામે આ જ વાત કહી. મસ્કે કહ્યું કે વ્લાદિમીર પુતિન યુક્રેનમાં યુદ્ધ હારી જાય તેવી કોઈ શક્યતા નથી.

વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિએ સોમવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' Spaces પર આ દાવો કર્યો છે. તેમની સાથે કેટલાક સેનેટરો પણ સામેલ હતા, જેઓ રશિયા સામે યુક્રેનને આર્થિક મદદ આપવાનો નિર્ણય સાચો હતો કે ખોટો તે અંગે ચર્ચા કરી રહ્યાં હતા. ચર્ચામાં ભાગ લેનારા  વિસ્કોન્સિનના રોન જોહ્ન્સન, ઓહિયોના જેડી વેન્સ, ઉટાહના માઈક લી ઉપરાંત વિવેક રામાસ્વામી અને ક્રાફ્ટ વેન્ચર્સના સહ-સ્થાપક ડેવિડ સૅક્સનો સમાવેશ થાય છે.

ચર્ચા દરમિયાન રોન જોન્સને કહ્યું કે જે લોકો રશિયા સામે યુક્રેનની જીતની આશા રાખી રહ્યા છે તેઓ વાસ્તવમાં સપનાની દુનિયામાં જીવી રહ્યાં છે. મસ્ક આ માટે સંમત થયા અને કહ્યું કે પુતિન યુક્રેનમાં હારી શકે નહીં. તેમણે કહ્યું કે તેમને આશા છે કે યુક્રેનની મદદ માટે અમેરિકી સંસદમાં લાવવામાં આવેલા બિલ અંગે અમેરિકન નાગરિકો તેમના પ્રતિનિધિઓનો સંપર્ક કરશે. યુક્રેનને આ ખર્ચમાંથી કોઈ મદદ મળશે નહીં. યુદ્ધમાં વધારો કરવાથી યુક્રેનને કોઈ ફાયદો થશે નહીં.

મસ્કે કહ્યું કે પુતિન પર પહેલાથી જ યુક્રેનમાં યુદ્ધ ચાલુ રાખવા માટે ભારે દબાણ છે. જો તેઓ પીછેહઠ કરે તો તેમની હત્યા પણ થઈ શકે છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ઘણા લોકો તેમને પુતિનના સમર્થનમાં નિવેદનો આપતા માને છે, પરંતુ એવું નથી. મસ્કે કહ્યું કે રશિયાને પાછળ ધકેલવા માટે તેમની કંપનીઓએ જેટલું કર્યું છે એટલું ભાગ્યે જ કોઈ અન્ય કંપનીએ કર્યું છે. તેમણે યુક્રેનિયનોને પૂરી પાડવામાં આવતી સ્ટારલિંક ઈન્ટરનેટ સેવાનો પણ ઉલ્લેખ કર્યો, જેના દ્વારા યુક્રેનિયન સેના રશિયા સામે આસાનીથી વાતચીત જાળવી રાખવામાં સક્ષમ છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post