રાજ્યમાં વરસાદથી 1653 લોકોનું રેસ્ક્યૂં કરવામાં આવ્યું
17,800 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં
છેલ્લા 24 કલાકમાં વરસાદથી 3 લોકોનાં મોત, સિઝનનો મૃત્યુઆંક 99 પર પહોંચ્યો
Gujarat Rain Updates: અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ છે. ઘણી જગ્યાએ જમીન ત્યાં જળની સ્થિતિ છે. ગુજરાતમાં ભારે વરસાદના લીધે ઠેર-ઠેર પાણી ભરાઇ જતાં 22 સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યાં છે. તો બીજી તરફ ટ્રેન સેવા અને હવાઇ સેવાને પણ અસર પહોંચી છે. ફ્લાઇટો અને ટ્રેનો સમય કરતાં મોડી ચાલી રહી છે.
વરસાદને કારણે વિઝિબીલીટી ઘટી જવાથી, 21 ફ્લાઇટ્સને એર ટ્રાફિક કંટ્રોલ તરફથી ક્લિયરન્સ ન મળતાં, તેમને હવામાં જ ચક્કર લગાવવા પડ્યાં હતા. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરો માટે વિશેષ એડવાઇઝરી જાહેર કરી છે.
એડવાઇઝરીમાં મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ એરપોર્ટ તરફ પ્રસ્થાન કરતા પહેલા તેમની ફ્લાઇટનો સમય એરલાઇન્સ સાથે ખાતરી કરી લે. વરસાદની આગાહીને કારણે ફ્લાઇટ શેડ્યૂલમાં ફેરફાર થઈ શકે છે, તેથી મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ એરપોર્ટ પહોંચતા પહેલા ફ્લાઇટનો અપડેટેડ સમય ચકાસી લે.
અમદાવાદમાં સરેરાશ 5 થી 9 ઈંચ વરસાદ ખાબકતાં અમદાવાદ જળબંબાકાર થઈ ગયુ છે. શહેરના રસ્તાઓ અને સોસાયટીઓમાં ગોઠણથી કેડસમા પાણી ભરાઈ ગયાં છે. ત્યારે આજે વહેલી સવારથી ખાબકી રહેલા વરસાદે નગરજનો ચિંતા વધારી છે. ગત 24 કલાકમાં નરોડા અને મણીનગરમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉસ્માનપુરામાં 11 ઇંચ નોંધાયો છે. ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં સરેરાશ 5 થી 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે વહેલી સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આખી રાત વરસાદ વરસતાં સવારે 6 વાગ્યા સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/