ડૉ. હર્ષદ પટેલ ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ બન્યાં, મહાત્મા ગાંધી-સરદાર પટેલ સહિત અનેક દિગ્ગજ વ્યક્તિઓના નામ સંસ્થા સાથે જોડાયેલા છે

05:10 PM Feb 08, 2024 | gujaratpost

અમદાવાદઃ ગવર્નર આચાર્ય દેવવ્રતજી દ્વારા ડૉ.હર્ષદ પટેલની ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. કુલપતિ માટે ત્રણ નામ પસંદગી સમિતિ દ્વારા આચાર્ય દેવવ્રતજીને મોકલવામાં આવ્યાં હતા, જેમાંથી ડો.હર્ષદ પટેલની પસંદગી કરવામાં આવી છે. હર્ષદ પટેલ આગામી પાંચ વર્ષ માટે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળશે. ડૉ. હર્ષદ પટેલ ગુજરાત વિદ્યાપીઠના 17મા વાઇસ ચાન્સેલર બન્યાં છે,

NCERT, NCF-ITEP ના સભ્ય રહ્યાં છે

ગુજરાત વિદ્યાપીઠ બોર્ડમાં મંત્રી તરીકે કાર્યરત ડૉ.હર્ષદ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત વિદ્યાપીઠની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય છે. ડો. હર્ષદ પટેલ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન એન્ડ ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળી રહ્યાં છે. ડો.હર્ષદ પટેલ S.U.G. કોલેજ ઓફ એજ્યુકેશનમાં પ્રોફેસર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. રાષ્ટ્રીય સ્તરના NCERT અને NCF-ECCE ના સભ્ય તરીકે અને એકીકૃત શિક્ષક શિક્ષણ કાર્યક્રમ (ITEP) માં નોંધપાત્ર સેવા પ્રદાન કરી છે.

મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ વિશે

ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદની સ્થાપના વર્ષ 1920 માં મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવી હતી. આ શૈક્ષણિક સંસ્થા સાથે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, મોરારજી દેસાઈ જેવી દિગ્ગજ હસ્તીઓના નામ સંકળાયેલા છે. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને કુલપતિ ટ્રસ્ટ દ્વારા ગાંધીવાદી વિચારકો અને સામાજિક આગેવાનોની નિમણૂંક કરવામાં આવી છે. પરંતુ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની એક વર્ષ પહેલા વિદ્યાપીઠના કુલપતિ તરીકે નિમણૂંક કરવામાં આવી ત્યારે વિદ્યાર્થી સંગઠનો અને વિપક્ષ તરફથી અનેક સવાલો ઉઠ્યાં હતા. ટ્રસ્ટ બોર્ડના કેટલાક સભ્યો નારાજ થયા અને રાજીનામું પણ આપી દીધું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળ્યાં બાદ ફીમાં વધારો, હોસ્ટેલના નિયમોમાં ફેરફાર અને સર્વધર્મ પ્રાર્થના સભાને લઈને વિવાદ થયો હતો. યુનિવર્સિટીમાં ઘણા નિયમોમાં ફેરફાર પણ કરવામાં આવ્યાં હતા, જેના કારણે કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટ વચ્ચે સતત વિવાદ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે હર્ષદ પટેલની નિમણૂંકને વિદ્યાર્થી સંગઠન, વિપક્ષ અને વિદ્યાપીઠ સાથે સંકળાયેલા જૂના લોકો કેવી રીતે જુએ છે તેના પર સૌ કોઇની નજર છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post