ડિજિટલ ધરપકડનો કિસ્સો, અમદાવાદમાં બેંક કર્મચારીઓએ વૃદ્ધ મહિલાના 35 લાખ રૂપિયા બચાવી લીધા

11:46 AM Dec 14, 2025 | gujaratpost

અમદાવાદ: સાયબર ક્રાઈમ બ્રાન્ચે બેંક કર્મચારીઓની સતર્કતાને કારણે એક મહિલાને બચાવી લીધા છે. ડિજિટલ ધરપકડના કેસમાં વૃદ્ધ મહિલાના 33 લાખ રૂપિયા બચાવી લીધી છે.

શહેરના મણિનગર વિસ્તારમાં રહેતી એક વૃદ્ધાએ 10 ડિસેમ્બરના રોજ બેંક ઓફ બરોડાની મણિનગર શાખાની મુલાકાત લીધી હતી. તેમની પાસે 33.35 લાખ રૂપિયા રોકડા હતા. તેમણે ફિક્સ ડિપોઝિટ અને LIC માંથી પૈસા ઉપાડીને આ રકમ ભેગી કરી હતી. તે બેંક સ્ટાફને ઉતાવળ કરીને આખી રકમ બેંક ખાતામાં જમા કરાવવા કહી રહ્યાં હતા.

બેંક કર્મીઓએ આ વૃદ્ધાને સવાલો પણ કર્યા, પરંતુ તે કંઈ પણ જણાવવા તૈયાર ન હતા, જેના કારણે બેંક મેનેજરે અમદાવાદ સાયબર ક્રાઈમ ટીમને જાણ કરી હતી અને પોલીસકર્મીઓ અહીં પહોંચી ગયા હતા.  

તેમનો ફોન તપાસતા ખબર પડી કે તેમનો વોટ્સએપ કોલ ચાલુ હતો. તેઓ એક ગેંગ દ્વારા ડિજિટલ ધરપકડ હેઠળ હતા, જેઓ વૃદ્ધાને સતત ધમકી આપી રહ્યાં હતા, તેમના ખાતામાં પૈસા જમા કરાવવા દબાણ કરી રહ્યાં હતા. વૃદ્ધા જે બેંક ખાતામાં પૈસા જમા કરાવવાનું કહી રહ્યાં હતા.  

મહિલાને સાયબર ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડૉ. હાર્દિક માકડિયા પાસે લાવવામાં આવ્યાં હતા. માકડિયાએ તેમને ડિજિટલ ધરપકડ રેકેટની મોડસ ઓપરેન્ડી સમજાવીને કહ્યું કે પોલીસ, ઇડી, સીબીઆઈ કે અન્ય તપાસ એજન્સી ડિજિટલ ધરપકડ કરતી નથી. આખરે વૃદ્ધાને વાત સમજાઈ ગઈ. વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે બેંક કર્મચારીઓ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચ ટીમની મદદથી તેમના 33.35 લાખ રૂપિયા બચી ગયા.

વૃદ્ધા 5 ડિસેમ્બરથી સાયબર ડિજિટલ એરેસ્ટ ગેંગના સકંજામાં હતા. તેમને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો, તેના મોબાઇલ નંબરનો ઉપયોગ શંકાસ્પદ પ્રવૃત્તિઓ માટે થઈ રહ્યો હોવાની ધમકી આપી હતી. કહ્યું કે તમારા આધાર કાર્ડથી કેનેરા બેંકમાં ખાતું ખોલ્યું છે અને તેનું કનેક્શન જેટ એરવેઝના માલિક નરેશ ગોયલ દ્વારા આચરવામાં આવેલા મની લોન્ડરિંગ કેસ સાથે છે. જો તમારે બચવું છે તો આટલા રૂપિયા જમા કરાવવા પડશે તેમ કહીને દમ મારવામાં આવ્યો હતો.