દિલ્હી વિધાનસભા એક્ઝિટ પોલ, મોટા ભાગના સર્વેમાં ભાજપની સરકાર બનવાનો દાવો

07:32 PM Feb 05, 2025 | gujaratpost

દિલ્હીમાં આપનો સફાયો કરીને ભાજપની સરકાર બનશેઃ એક્ઝિટ પોલ

નવી દિલ્હીઃ અહીં 70 બેઠકો માટે 57.70 ટકા મતદાન થયું છે અને હવે જુદા જુદા એક્ઝિટ પોલ આવવાના શરૂ થઇ ગયા છે, મોટા ભાગના એક્ઝિટ પોલમાં દાવા કરાયા છે કે દિલ્હીમાં ભાજપ સરકાર બનાવવા જઇ રહી છે.

8 ફેબ્રુઆરીએ પરિણામ પહેલા આ દાવા કરાઇ રહ્યાં છે, દિલ્હીમાં સરકાર બનાવવા માટે 36 બેઠકોની જરૂર છે અને ભાજપને તેનાથી વધુ બેઠક મળી શકે છે અને હાલની આમ આદમી પાર્ટીની સરકાર જઇ શકે છે.

એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનવાનો દાવો

JVC એક્ઝિટ પોલ- ભાજપને 39 થી 45 બેઠકો, AAPને 22 થી 31 બેઠકો, કોંગ્રેસને 0 થી 2 બેઠકો
પી માર્ક એક્ઝિટ પોલ- ભાજપને 39 થી 49 બેઠકો, AAP ને 21 થી 31 બેઠકો, કોંગ્રેસને 0 થી 1 બેઠક
ચાણક્ય સ્ટ્રેટેજીસ- ભાજપ 39-44, આપ 25-28, કોંગ્રેસ- 2-3
એબીપી ન્યૂઝ સી વોટર- આમ આદમી પાર્ટી- 56, ભાજપ-12, કોંગ્રેસ 2
ઇન્ડિયા ન્યૂઝ નેશન- આપ-55, ભાજપ-14, કોંગ્રેસ-1
ઇન્ડિયા ટુડે એક્સિસ માઇ ઇન્ડિયા- આપ-63, ભાજપ-7, કોંગ્રેસ-0
ઇન્ડિયા ટીવી- આપ-44, ભાજપ-26, કોંગ્રેસ-0
ટીવી-9, ભારત વર્ષ સિસરો- આપ-54, ભાજપ-15, કોંગ્રેસ- 1
મેટ્રિઝના એક્ઝિટ પોલ- ભાજપને 35-40 બેઠકો, આમ આદમી પાર્ટીને 32-37 બેઠકો

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++