રૂ. 2,000 કરોડનો ડ્રગ્સનો જથ્થો જપ્ત, અંદાજે 562 કિલો કોકેઇન ઝડપી પાડવામાં આવ્યું

08:10 PM Oct 02, 2024 | gujaratpost

ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યાં, કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મળી મોટી સફળતા 

નવી દિલ્હીઃ પોલીસે ડ્રગ્સનો કરોડો રૂપિયાનો જથ્થો ઝડપી લીધો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે અંદાજે 562 કિલો કોકેઇન જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2 હજાર કરોડ રૂપિયા જેટલી થાય છે.

Trending :

પોલીસની ટીમે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમની પાસેથી આ કોકેઇનનો જથ્થો મળી આવ્યો છે. આ ડ્રગ્સ માફિયાઓનું આંતરરાષ્ટ્રીય કનેક્શન હોવાની શક્યતા છે, આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે મામલે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ કામ કરી રહી છે.

નોંધનિય છે કે અગાઉ પણ આવી રીતે ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી અને ફરીથી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526