+

આતંકીઓ સામે મોટું ઓપરેશન શરૂ કરવા પીએમ મોદીએ આપી દીધા આદેશ, કાશ્મીરમાં કોઇ આતંકવાદી છૂટવો ન જોઇએ

નવી દિલ્હીઃ દેશમાં ત્રીજી વખત નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા તે દિવસથી જ આતંકીઓએ માસૂમ નાગરિકો અને સેનાના જવાનોને નિશાન બનાવવાના શરૂ કર્યાં છે, જમ્મુ-કાશ્મીરમાં જુદા જુદા આતંકી હુમલામાં 11 લોક

નવી દિલ્હીઃ દેશમાં ત્રીજી વખત નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા તે દિવસથી જ આતંકીઓએ માસૂમ નાગરિકો અને સેનાના જવાનોને નિશાન બનાવવાના શરૂ કર્યાં છે, જમ્મુ-કાશ્મીરમાં જુદા જુદા આતંકી હુમલામાં 11 લોકોનાં મોત થયા છે. જેમાં એક જવાન પણ શહીદ થયા છે, હવે મોદીએ નવી દિલ્હીમાં હાઇલેવલની બેઠક બોલાવી હતી અને આદેશ આપ્યાં છે કે આતંકીઓ સામે તાત્કાલિક મોટી કાર્યવાહી કરવામાં આવે.

NSA અજીત ડોભાલ (Ajit Doval) અને અન્ય અધિકારીઓ સાથે હાઈલેવલની બેઠકમાં મોદીએ આ આદેશ આપ્યાં છે, બેઠકમાં અધિકારીઓએ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાને લઇને અને આતંકી હુમલાને લઇને વડાપ્રધાન સાથે ચર્ચા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા (Manoj Sinha) સાથે જમ્મુ-કાશ્મીરની સ્થિતીને લઇને વાત કરી હતી. બીજી તરફ કઠુઆમાં સેના આતંકીઓને જોરદાર જવાબ આપી રહી છે, બે આતંકીઓને ઠાર કરાયા હતા, કઠુઆમાં આતંકવાદીઓએ સ્થાનિક લોકોને નિશાન બનાવ્યાં હતા.જેમાં કેટલાક નાગરિકો પણ ઘાયલ થયા છે. અગાઉ વૈષ્ણોદેવી જઇ રહેલી બસ પર આતંકીઓએ ફાયરિંગ કર્યું હતુ, બસ ખીણમાં ખાબકી હતી અને 10 શ્રદ્ધાળુઓનાં મોત થયા હતા

પાકિસ્તાની આતંકી સંગઠનોએ આ હુમલા કરાવ્યાં છે અને સેના પણ આતંકીઓને ઠાર કરી રહી છે. હવે મોદીએ કહી દીધું છે કે એક પણ આતંકવાદીને છોડવાનો નથી, જમ્મુ-કાશ્મીરમાં મોટું સૈન્ય ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter