આવી પણ બેદરકારી..અમદાવાદ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ સ્પેરપાર્ટ્સ સમજીને અન્યને સોંપી દેવાયો, પરિવારમાં આક્રોશ

08:47 PM Mar 30, 2024 | gujaratpost

એરપોર્ટનું સંચાલન અદાણી કરે છે. આવી બેદરકારી કેવી રીતે ચલાવી શકાય ? 

સરકારે અદાણી પર કાર્યવાહી કરવી જોઇએ ? 

અમદાવાદઃ  અમદાવાદના ડોમેસ્ટીક એરપોર્ટ પર મૃત યુવકના મૃતદેહને ખોટી રીતે હેન્ડલિંગ કરવામાં આવ્યો હતો.ઓસ્ટ્રેલિયાથી લવાયેલા  એક યુવકના મૃતદેહને સ્પેરપાર્ટસના કન્સાઇનમેન્ટની આડમાં કોઇને સોંપી દેવામાં આવ્યો હતો, આ બનાવથી મૃતકના પરિવારમાં આક્રોશ ફેલાયો છે. યુવકનાં પરિવારજનોએ આ મામલે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ફરિયાદ કરી છે.

Trending :

ઝીલ ખોખરાનું 17 માર્ચે ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા બીચ પર સ્વિમિંગ કરતી વખતે મોત થયું હતું. તેની સાથે અન્ય બે યુવકો પણ હતા. અચાનક ત્રણેય યુવકો ડૂબી ગયા હતા. ત્રણેયને બ્રાયના હસર્ટ નામની મહિલાએ બહાર કાઢયાં હતા, જ્યારે ઝીલનું મોત થયું હતું અને બે વ્યક્તિઓને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં એરલિફ્ટ કરાયા હતા. ઝીલ ખોખરા સુરેન્દ્રનગરનો રહેવાસી હતો. પુત્રના મોતના સમાચારથી પરિવારમાં માતમ છવાયો હતો. ઝીલ મે 2023 થી મેલબોર્નની લા ટ્રોબ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો.

27 માર્ચ, 2024 ના રોજ જ્યારે ઑસ્ટ્રેલિયાથી વાયા આવેલી એર ઈન્ડિયાની કાર્ગો ફ્લાઈટ ઝીલના મૃતદેહને અમદાવાદ એરપોર્ટ પર લઈ આવી ત્યારે અરાજકતા ફેલાઈ ગઈ હતી. તેના મૃતદેહને મેળવવા માટે તેમના પરિવારના સભ્યો એરપોર્ટ પર હાજર હતા. પરંતુ ઝીલનો મૃતદેહ અન્ય  વ્યક્તિને સોંપવામાં આવ્યો હતો, કોફીનમાં પેક કરેલા મૃતદેહ પર મોકલનાર જે.બી. ડાયલ્સ ફ્યુનરલ્સ લખ્યું હોવા છતા ગંભીર ભૂલ થઈ હતી. આ ભૂલથી પરિવાર પુત્રનો મૃતદેહ લેવા માટે હેરાન થયો હતો.

આ બેદરકારી માટે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીને દોષી ઠેરવવામાં આવ્યું છે.મૃતકના પરિવારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ફરિયાદ નોંધાવી છે, જેમાં માલસામાનની ચકાસણી કરવામાં નિષ્ફળતા બદલ જવાબદાર એરપોર્ટ સ્ટાફ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post