+

DGGI એ રૂ.700 કરોડના કૌભાંડમાં ધવલ પટેલની ધરપકડ કરી, અનેક મોટા માથાઓ સંડોવાયેલા હોવાની શક્યતા

નંદેશ્વરી સ્ટીલ લિમિટેડનું રૂ. 700 કરોડનું કૌભાંડ અનેક મોટા માથાઓની સંડોવણીની ચર્ચાઓ ઘણા મહિનાઓથી ચાલી રહ્યું હતુ આ બોગસ બિલિંગ કૌભાંડ અમદાવાદઃ રાજ્યમાં બોગસ બિલિંગ કરીને જીએસટી વિભાગની તિજોર

નંદેશ્વરી સ્ટીલ લિમિટેડનું રૂ. 700 કરોડનું કૌભાંડ

અનેક મોટા માથાઓની સંડોવણીની ચર્ચાઓ

ઘણા મહિનાઓથી ચાલી રહ્યું હતુ આ બોગસ બિલિંગ કૌભાંડ

અમદાવાદઃ રાજ્યમાં બોગસ બિલિંગ કરીને જીએસટી વિભાગની તિજોરી ખાલી કરવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, આ વખતે દહેગામની નંદેશ્વરી સ્ટીલ લિમિટેડના ડાયરેક્ટર ધવલ પટેલની ડીજીજીઆઇએ ધરપકડ કરી લીધી છે, આરોપીએ 700 કરોડ રૂપિયાના બિલો ફેરવીને 51 કરોડ રૂપિયા ઘરભેગા કરી લીધા છે.

51 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઇ લીધી

અનેક મોટા માથાઓની તપાસ કરી શકે છે એજન્સી

દહેગામની ઝાક જીઆઇડીસી વિસ્તારમાં આવેલી નંદેશ્વરી સ્ટીલ લિમિટેડ કંપનીમાં કરોડો રૂપિયાના બિલો ક્યાંથી આવ્યાં તે પણ તપાસનો વિષય છે, કરોડો રૂપિયાની આ હેરાફેરીની છેલ્લા કેટલાક મહિનાઓથી એજન્સી તપાસ કરી રહી હતી અને હવે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સને આ સમગ્ર કૌભાંડની માહિતી મળી હતી અને બાદમાં આ કેસની તપાસ શરૂ કરાઇ હતી, આટલું મોટું કૌભાંડ કોઇ એક વ્યક્તિ કરી શકે તે વાત માન્યામાં આવતી નથી, કરોડો રૂપિયા ઘરભેગા કરવાના આ સ્કેમમાં અનેક મોટા માથાઓની સંડોવણી હોય શકે છે. હજુ સુધી ધવલ પટેલ સિવાય અન્ય કયા કૌભાંડીઓ છે તેમના નામો સામે આવ્યાં નથી, આ કેસની ઉંડી તપાસમાં અનેક મોટા માથાઓની સંડોવણી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter