કોંગ્રેસ સાંસદના કાળા નાણાં પર મેરેથોન દરોડા, 5 દિવસમાં 351 કરોડ રૂપિયાની રોકડ મળી

12:43 PM Dec 11, 2023 | gujaratpost

ભુવનેશ્વર: આવકવેરા વિભાગે કોંગ્રેસ સાંસદના પરિવારની માલિકીની ઓડિશા સ્થિત બૌધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ કંપની તેમના રહેણાંક ઠેકાણાંઓ અને નજીકના અન્ય લોકો સામે દરોડા પાડ્યાં છે. પાંચ દિવસના મેરેથોન દરોડા બાદ રોકડ રકમનો આંકડો 351 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. દેશમાં કોઈપણ તપાસ એજન્સી દ્વારા એક જ કાર્યવાહીમાં આ અત્યાર સુધીની સૌથી વધુ જપ્ત રકમ છે. બૌધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ, તેના પ્રમોટર અને અન્યો સામે રવિવારે પાંચમા દિવસે દરોડા પાડવામાં આવ્યાં હતા. ટેક્સ અધિકારીઓ દ્વારા 6 ડિસેમ્બરથી આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પૈસાની ગણતરીમાં ટેક્સ વિભાગના અધિકારીઓ અને વિવિધ બેંકોના લગભગ 80 લોકોની ટીમો સામેલ છે, ટેક્સ અધિકારીઓને કેટલાક અન્ય સ્થળો ઉપરાંત રોકડથી ભરેલી 10 તિજોરીઓ મળી છે. લગભગ 200 બેગ અને ટ્રકનો ઉપયોગ રોકડને વિવિધ બેંકની શાખાઓમાં જમા કરાવવા માટે કરવામાં આવ્યો હતો. નોટો ગણવા માટે ઉપયોગમાં લેવાતા મશીનો પણ બંધ પડી ગયા હતા. 

આવકવેરા વિભાગના જણાવ્યાં અનુસાર આ બિનહિસાબી રોકડ છે અને તે દારૂના ધંધામાંથી અન્ય રીતે ભેગી કરાઇ છે. 2019 માં આટલી મોટી રકમની રોકડ રિકવર કરવામાં આવી હતી. ત્યાર પછી આ સૌથી મોટી રોકડ રકમ છે.

GST ઇન્ટેલિજન્સે કાનપુરના એક બિઝનેસમેનની જગ્યા પર દરોડા પાડ્યાં હતા અને 257 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી હતી. જુલાઈ 2018 માં આવકવેરા વિભાગ દ્વારા તમિલનાડુમાં એક રોડ કન્સ્ટ્રક્શન ફર્મમાં સર્ચ ઓપરેશન દરમિયાન 163 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. 

કોંગ્રેસ સાંસદે કાર્યવાહીનો જવાબ આપ્યો નથી

ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના રાંચી અને અન્ય સ્થળોએ પણ સર્ચ કર્યું છે. સાહુના ઘરેથી કેટલી રોકડ અને અન્ય દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં છે. સાંસદે તેમની સામે કરવામાં આવી રહેલી કાર્યવાહી અંગે યોગ્ય યોગ્ય જવાબ આપ્યો નથી.

રાહુલ ગાંધી કેમ ચૂપ છે ? : રેડ્ડી

કેન્દ્રીય પર્યટન મંત્રી કિશન રેડ્ડીએ રવિવારે કહ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની પાર્ટીના સાંસદ સાથે જોડાયેલા પરિષરમાંથી કરોડો રૂપિયાની વસૂલાત પર કેમ ચૂપ છે.

કોંગ્રેસ પર નિશાન સાધવાનો આરોપ

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કેન્દ્ર પર આ મામલે માત્ર કોંગ્રેસને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે અને તેમને પોતાના સાંસદનો બચાવ કર્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post