સવારે 10.30 વાગ્યા સુધીમાં સરેરાશ 12 ટકા મતદાન
219 ઉમેદવારોના નસીબનો ફેંસલો થશે
Jammu and Kashmir Election 2024: જમ્મુ- કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે આજે (18 સપ્ટેમ્બર) મતદાન થઈ રહ્યું છે. પ્રથમ રાઉન્ડમાં સાત જિલ્લાની કુલ 24 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સવારે 10.30 વાગ્યા સુધીમાં સરેરાશ 12 ટકા મતદાન નોંધાયું છે. કિશ્તવાડમાં સૌથી વધુ 14.83 ટકા અને પુલવામામાં સૌથી ઓછું 9.18 ટકા મતદાન નોંધાયું હતું. આ તબક્કામાં 219 ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરશે. પ્રથમ રાઉન્ડમાં જ્યાં મતદાન થઈ રહ્યું છે તેમાં અનંતનાગની સાત બેઠકો, પુલવામામાં ચાર, કિશ્તવાડ, કુલગામ અને ડોડામાં ત્રણ-ત્રણ અને રામબન અને શોપિયાં જિલ્લાની બે-બે બેઠકોનો સમાવેશ થાય છે.
જમ્મુ-કાશ્મીરમાં મુખ્ય સ્પર્ધા ભાજપ, કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ (એલાયન્સ), પીડીપી વચ્ચે હોવાનું માનવામાં આવે છે. જ્યાં ભાજપે જમ્મુની તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે, બીજી તરફ કાશ્મીરમાં માત્ર થોડા જ ઉમેદવારો જાહેર કરવામાં આંવ્યા છે. કોંગ્રેસ એનસી સાથે ગઠબંધનમાં છે અને તેણે મોટાભાગના ચહેરાઓને જમ્મુ ક્ષેત્રમાં જ મેદાનમાં ઉતાર્યા છે. મહેબૂબા મુફ્તીની પીડીપી બંને બેઠકો પર ચૂંટણી લડી રહી છે. ઉપરાંત અન્ય નાની પાર્ટીઓએ પણ સ્પર્ધાને રસપ્રદ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
#WATCH | Jammu and Kashmir: Female voters show their inked fingers after casting votes for the 1st phase of Assembly elections at an all-women polling station in Kishtwar Assembly Constituency.
— ANI (@ANI) September 18, 2024
BJP has fielded Shagun Parihar, JKNC has fielded Sajjad Ahmed Kichloo and PDP has… pic.twitter.com/mXHrj6ktrb
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/