+

ચિલી ફરી જોરદાર ભૂકંપથી હચમચી ઉઠ્યું, જાણો કેટલી હતી તીવ્રતા

ચિલીઃ દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભારતીય સમય અનુસાર સવારે ભૂકંપના આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 7.3 માપવામાં આવી છે, આ ભૂકંપની માહિતી યુનાઇટેડ સ્ટ

ચિલીઃ દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભારતીય સમય અનુસાર સવારે ભૂકંપના આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 7.3 માપવામાં આવી છે, આ ભૂકંપની માહિતી યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે દ્વારા આપવામાં આવી છે.

USGS એ અહેવાલ આપ્યો છે કે આ ભૂકંપના આંચકા ચિલીના એન્ટોફાગાસ્તામાં અનુભવાયા હતા. આ ભૂકંપ સેન પેડ્રો ડી અટાકામા શહેરથી 41 કિલોમીટર દક્ષિણપૂર્વમાં 128 કિલોમીટરની ઊંડાઈમાંથી આવ્યો હતો. ભૂકંપ બાદ લોકો ભયભીત થઈ ગયા છે.

હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. અત્યાર સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ભૂકંપના આંચકા બોલિવિયા, પેરાગ્વે અને આર્જેન્ટીના સુધી અનુભવાયા હતા, હજુ પણ નાના ભૂકંપની આગાહી કરવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter