+

નિર્મલા સીતારમણ સાતમી વખત બજેટ રજૂ કરશે, અનેક નવી જાહેરાતોની શક્યતા- Gujarat Post

(ફોટોઃ સૌ એએનઆઇ) Union Budget 2024: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ થોડીવારમાં  નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરશે. આ સાથે નિર્મલા સીતારમણ તેમનું સતત સાતમું બજેટ રજૂ કરીને ઈતિહાસ રચશ

(ફોટોઃ સૌ એએનઆઇ)

Union Budget 2024: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ થોડીવારમાં  નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરશે. આ સાથે નિર્મલા સીતારમણ તેમનું સતત સાતમું બજેટ રજૂ કરીને ઈતિહાસ રચશે અને તેઓ મોરારજી દેસાઈ દ્વારા સતત 6 બજેટ રજૂ કરવાનો રેકોર્ડ તોડશે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી મહિને 65 વર્ષનાં થઈ રહ્યાં છે. તેમને 2019માં ભારતના પહેલાં પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી બનાવાયા હતા. ત્યારથી તેમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કરીને સતત છ બજેટ રજૂ કર્યા હતા. હવે તેઓ સાતમું બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. મોરારજી દેસાઈએ વર્ષ 1959થી 1964 વચ્ચે સતત પાંચ પૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યા હતા.

વધુમાં મોરારજી દેસાઈએ અત્યાર સુધીમાં કુલ 10 વખત બજેટ રજૂ કર્યા છે. એ જ રીતે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે નવ વખત જ્યારે પ્રણવ મુખરજીએ આઠ વખત બજેટ રજૂ કર્યા છે. દેશમાં અત્યાર સુધીમાં સૌથી લાંબુ બજેટ ભાષણ નિર્મલા સીતારમણે 1, ફેબ્રુઆરી 2020ના રોજ 2.40 કલાકનું આપ્યું હતું.

હાલમાં, નવી કર વ્યવસ્થામાં મૂળભૂત મુક્તિ મર્યાદા ત્રણ લાખ રૂપિયા રાખવામાં આવી છે. સરકાર આ બજેટમાં છૂટની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી શકે છે. એવી ચર્ચા છે કે સરકાર સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટને રૂ. 50,000થી વધારીને રૂ. 1 લાખ કરી શકે છે, જે ટેક્સની ગણતરીને સરળ બનાવશે અને પગારદાર કર્મચારીઓની આવકમાં વધારો કરશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter