પંજાબઃ દેશમાં આજે પાકિસ્તાન અને અહીંના પાકિસ્તાનના આતંકવાદીઓ સામે રોષ વ્યાપી ગયો છે, 27 લોકોની હત્યા કરનારા આતંકાવાદીઓ સામે સેનાનું ઓપરેશન ચાલું છે ત્યારે હવે બીએસએફના એક જવાનને પાકિસ્તાની રેન્જર્સે પકડી લીધો છે અને તેના હથિયાર પણ જપ્ત કરી લીધા છે.પંજાબના ફિરોઝપુર બોર્ડર ડિસ્ટ્રીક્ટમાંથી તેને પકડી લેવાયો છે.
અધિકારીઓએ જણાવ્યું કે 182મી બટાલિયનના કોન્સ્ટેબલ પીકે સિંહને બુધવારે ફિરોઝપુર સરહદ પારથી પાકિસ્તાન રેન્જર્સ દ્વારા પકડી લેવામાં આવ્યાં હતા. જવાન યુનિફોર્મમાં હતા અને તેમની પાસે સર્વિસ રાઈફલ હતી.
બીએસએફના જવાન પી.કે.સિંહ છાંયડામાં આરામ કરવા માટે ખેડૂતો સાથે સરહદ ક્રોસ કરી ગયા હતા અને ત્યાં નજરે પડતાં પાકિસ્તાની રેન્જર્સે તેમની અટકાયત કરીને ચોકીમાં લઇ ગયા હતા. ભારત સરકાર દ્વારા તેમને છોડાવવાના પ્રયાસ થઇ રહ્યાં છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++