વિવાદો વચ્ચે ભાજપમાંથી વધુ એક નેતાનું રાજીનામું, પંકજ ચૌધરીએ ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી પદ છોડ્યું

09:32 AM Sep 13, 2023 | gujaratpost

મહેસાણાના વતની પંકજ ચૌધરીનું પદ પરથી રાજીનામું

પંકજ ચૌધરીને યુવા મોરચાના પ્રભારી પણ બનાવાયા હતા

ભ્રષ્ટાચારના આક્ષેપોવાળો પત્ર થયો હતો વાઇરલ

ભાજપે હકાલપટ્ટી કરી હોવાનું આવ્યું સામે

ગાંધીનગરઃ મહામંત્રી પદેથી પ્રદિપસિંહ વાઘેલાને ઘરભેગા કર્યાં બાદ ભાજપમાં રાજીનામાનો દૌર યથાવત છે, હવે ભાજપમાં પ્રદેશ મંત્રી પદેથી પંકજ ચૌધરીએ રાજીનામું આપી દીધું છે. મહાનગરપાલિકાઓમાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણુંક પુરી થતા જ હવે પંજક ચૌધરીના રાજીનામાની વાત સામે આવી રહી છે.

જો કે તેમને કંઇ તારીખે આ રાજીનામું આપ્યું છે અને ક્યારે તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે તે માહિતી સામે આવી નથી પરંતુ તેમને હવે આ પદ છોડી દીધું છે. અગાઉ ભાજપ હાઇ કમાન્ડ સુધી ભ્રષ્ટાચારની ફરિયાદો થતા કેટલાક નેતાઓને તાત્કાલિક ઘરભેગા કરી દેવામાં આવ્યાં હતા.

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ કોઇ પણ પ્રકારની બેદરકારી રાખવા માંગતું નથી, ભ્રષ્ટાચાર અને ખરાબ છબી ધરાવતા નેતાઓને ઘરભેગા કરવામાં આવી રહ્યાં છે. હવે પંકજ ચૌધરીનું રાજીનામું કમલમમાં ચર્ચાનો વિષય બન્યું છે. હજુ વધુ કેટલાક નેતાઓના રાજીનામાં લેવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post