+

ACB એ રૂ.75 હજારની લાંચ લેતા જંબુસર- આમોદના આ પોલીસકર્મીને ઝડપી લીધા

ભરૂચઃ એસીબીએ વધુ એક ટ્રેપ કરી છે, નારણભાઈ ફતુભાઈ વસાવા અ.હે.કો બ.નં. 817, વર્ગ-3, જંબુસર પોલીસ સ્ટેશન, હાલ- આમોદ પોલીસ સ્ટેશન જી.ભરૂચ, રહે.સર્વોદય સોસાયટી, આમોદને રૂપિયા 75 હજારની લાંચ લેતા ઝડપી લીધા

ભરૂચઃ એસીબીએ વધુ એક ટ્રેપ કરી છે, નારણભાઈ ફતુભાઈ વસાવા અ.હે.કો બ.નં. 817, વર્ગ-3, જંબુસર પોલીસ સ્ટેશન, હાલ- આમોદ પોલીસ સ્ટેશન જી.ભરૂચ, રહે.સર્વોદય સોસાયટી, આમોદને રૂપિયા 75 હજારની લાંચ લેતા ઝડપી લીધા છે.

ગુનાનું સ્થળ: જંબુસર ખાતે આવેલ ભાટીયા મોબાઈલની દુકાન પર તથા મામલતદાર કચેરી, જંબુસરના કંપાઉન્ડમાં

સાહેદ અરજદારના વિરૂદ્ધમાં જંબુસર પોલીસ સ્ટેશન ખાતે અરજી થયેલ હતી જે અરજીની તપાસ આ કામના આરોપી નારણભાઈ ફતુભાઈ વસાવાનાઓ કરતા હતા. જેથી પોલીસકર્મીએ નારણભાઈના સામાવાળાઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મહે.એક્ઝી મેજી.શ્રી, જંબુસરનાઓની સમક્ષ અટકાયતી પગલા લીધેલા હતા. 

આ અરજી તપાસના કામે હેરાન ન કરવા માટે આ પોલીસકર્મીએ પહેલા 70 હજાર રૂપિયા અને પછી 5 હજાર રૂપિયા વધારાના એમ કૂલ 75 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં ફરિયાદ કરી હતી. જેમાં પોલીસકર્મી લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

તપાસ કરનાર અધિકારી: પો.ઈન્સ. એ. જે ચૌહાણ. વડોદરા શહેર એ.સી.બી. પો.સ્ટે. 

સુપર વિઝન અધિકારી: ઇન્ચા.મદદનીશ નિયામક, આર. આર. ચૌધરી એ.સી.બી. સુરત એકમ

facebook twitter