+

ચાર ચાર બંગડી ગીતથી ફેમસ બનેલી સિંગર કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ

અમદાવાદઃ ચાર ચાર બંગડી ગીતથી ફેમસ બનેલી સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બરના રોજ ધ્રુવિન શાહ સાથે સગાઇ કરી લીધી છે. કિંજલ દવેએ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી સગાઈનો વીડિયો પોસ્ટ કરી Gods Plan લખીને આ ખ

અમદાવાદઃ ચાર ચાર બંગડી ગીતથી ફેમસ બનેલી સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બરના રોજ ધ્રુવિન શાહ સાથે સગાઇ કરી લીધી છે. કિંજલ દવેએ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી સગાઈનો વીડિયો પોસ્ટ કરી Gods Plan લખીને આ ખાસ ક્ષણ ચાહકો સાથે શેર કરી હતી. કિંજલના ફેન્સ સોશિયલ મીડિયામાં અભિનંદનો પાઠવી રહ્યાં છે.

કિંજલ દવે અને ધ્રુવિન શાહ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. 5 ડિસેમ્બરના રોજ ગોળધાણા અને 6 ડિસેમ્બરે સગાઈ સેરેમની યોજાઈ હતી.કિંજલ- ધ્રુવિનનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ વર્ષ 2017 માં ફિલ્મ સુપરસ્ટારથી કરી હતી. જેમાં તેની સાથે ટેલિવિઝનની જાણીતી એક્ટ્રેસ રશ્મિ દેસાઇ હતી. ધ્રુવિને તેની ફિલ્મી એક્ટિંગની તાલીમ વિદેશમાંથી લીધી છે. તેઓ જોજો એપ (JoJo App) નામની લોકપ્રિય ગુજરાતી કન્ટેન્ટ એપ્લિકેશનના ફાઉન્ડર પણ છે. 

ઉલ્લેખનીય છે કે કિંજલ દવેએ એપ્રિલ 2018માં પવન જોષી સાથે સગાઈ કરી હતી. પરંતુ વર્ષ 2023માં તે સગાઈ તૂટીને સંબંધ પૂર્ણ થયો હતો.  રિંગ સેરેમની માત્ર પરિવાર અને નજીકના મિત્રો સમક્ષ યોજાઈ હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter