ભાજપના 61 વર્ષના નેતા દિલીપ ઘોષ 50 વર્ષની પ્રેમિકા રિંકુ મજૂમદાર સાથે કરશે લગ્ન

08:27 AM Apr 19, 2025 | gujaratpost

કોલકત્તાઃ બંગાળમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ અને રિંકુ મજૂમદાર લગ્ન કરવા જઇ રહ્યાં છે. રિંકુ ભાજપના મહિલા મોર્ચામાં જવાબદારી સંભાળી રહ્યાં છે. ઘોષ 61 વર્ષીય છે અને રિંકુની ઉંમર 50 વર્ષની છે.

દિલીપ અને રિંકુ 3 એપ્રિલના રોજ ઈડન ગાર્ડનમાં કેકેઆર મેચ જોવા આવ્યાં હતાં. રિંકુનો દિકરો પણ તેમની સાથે હાજર હતો, હવે શુક્રવારે દિલીપ ઘોષ પોતાના ન્યૂટાઉન સ્થિત નિવાસ સ્થાને રિંકુ મજૂમદાર સાથે સાત ફેરા લેવાના છે. ઘોષે ખુલાસો કર્યો છે કે, ગત લોકસભા ચૂંટણીમાં હાર બાદ દિલીપે રિંકુ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.

દિલીપના માતાના આગ્રહના કારણે તેઓ લગ્ન કરવા તૈયાર થયા હોવાની વાત સામે આવી છે. હવે લગ્નમાં નજીકના સગા-સંબંધી ઉપસ્થિત રહેશે. રિંકુ ડિવોર્સી છે. અને તેનો એક દિકરો આઈટી સેક્ટરમાં કામ કરે છે. નોંધનિય છે કે દિલીપ ઘોષ 2016 થી 2021 સુધી ખડગપુર બેઠક પર ધારાસભ્ય હતા. તેઓ મેદિનીપુરમાંથી સાંસદ પણ બન્યાં હતા.

Trending :

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++