ગરીબની દિકરી ગણાવીને લોકોની લાગણી મેળવવાનો પ્રયાસ કર્યો હોવાના આરોપ
ગરીબની દિકરી પાસે 40 વિઘા જમીન અને 3 બંગલા ક્યાંથી આવ્યાં ?
બુટલેગરો પાસેથી હપ્તા લીધા હોવાનો ભાજપનો આરોપ
બનાસકાંઠાઃ લોકસભાની ચૂંટણીનો જંગ જામતો દેખાઇ રહ્યો છે, કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આક્રમક પ્રચાર કરી રહ્યાં છે, પરંતુ હવે તેમને લઇને પાલનપુરના પૂર્વ ધારાસભ્યએ નવા ઘટસ્ફોટ કર્યાં છે, જેનાથી તેમની ચિંતા વધી શકે છે,
તેમને આરોપ લગાવ્યો છે કે ગેનીબેને દારૂ વેચનારા બુટલેગરો પાસેથી રુપિયા ખંખેર્યાં છે અને સવાલ કર્યો છે કે તેમની પાસે 40 વિઘા જમીન આવી કેવી રીતે, થોડા સમય પહેલા તેમની પાસે આટલી બધી સંપત્તિ ન હતી અને અચાનક ક્યાંથી આવી?
ગેનીબેને ચોથી વખત પોતાનું સોગંધનામું નવા સુધારા સાથે ચૂંટણી અધિકારી સમક્ષ જમા કરાવવું પડ્યું છે. જે મામલે પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચાએ સવાલ ઉભા કરીને આક્ષેપોનો મારો ચલાવ્યો છે. રેખાબેને કહ્યું કે પહેલા ગેનીબેને માહિતી છુપાવી હતી અને પછી સાચી માહિતી રજૂ કરવી પડી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
રેખાબેન ખાણેચાએ આરોપ લગાવ્યો છે કે ગેનીબેન પાસે ભાભરમાં 3 બંગલા અને 2 કાર છે. તેમનો કોઇ બિઝનેસ નથી તો આટલી બધી સંપત્તિ આવી ક્યાંથી ? આ સંપત્તિ ખોટી રીતે ભેગી કરેલી હોવાનો આક્ષેપ લાગ્યો છે. ગેનીબેન સભાઓમાં પોતાને ગરીબની દિકરી ગણાવે છે પરંતુ આ ગરીબ પાસે તો કરોડો રૂપિયાની સંપત્તિ છે.
ગેનીબેને વિરોધીઓને કહ્યું મર્યાદામાં રહેજો.....
બીજી તરફ ગેનીબેન ઠાકોરે ભાજપ નેતાના આક્ષેપનો જવાબ આપતા કહ્યું કે 2007થી માંડીને 2024 સુધીની મારી બધી એફિડેવીટ સરખી જ છે. સરકારે જંત્રીઓમાં વધારો કર્યો એટલે સંપત્તિની વેલ્યૂએશન વધવાને કારણે સુધારો કરવો પડ્યો હતો. મારી નવી કોઇ મિલ્કત વધી નથી. મારા પરના આરોપ ખોટા છે. જો કે તેમની પાસે સંપત્તિ છે તે હવે જગ જાહેર થઇ ગયું છે.
નોંધનિય છે કે બનાસકાંઠા બેઠક પર ભાજપે રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યાં છે, આ બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર
જોરદાર ટક્કર આપી રહ્યાં છે, તેમને જનસમર્થન મળી રહ્યું છે, તેમની રેલીઓ-સભાઓમાં લોકો જઇ રહ્યાં છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો