+

ગેનીબેનની ચીમકી...જો પોલીસવાળા ગામમાં આવીને હેરાન કરતા હોય તો તેમને સબક શિખવી દઇશું

બનાસકાંઠાઃ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે અહીં ચૂંટણી જંગ જામી રહ્યો છે, ભાજપે લોકસભામાં રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યાં છે તો સામે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે, ગેનીબેન જોરદાર પ્રચાર કર

બનાસકાંઠાઃ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે અહીં ચૂંટણી જંગ જામી રહ્યો છે, ભાજપે લોકસભામાં રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યાં છે તો સામે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે, ગેનીબેન જોરદાર પ્રચાર કરી રહ્યાં છે, તેમને ભાજપ સરકાર પર તંત્રનો દુરુપયોગ કરવાનો આક્ષેપ લગાવ્યો છે.

ગેનીબેન ઠાકોરે એક સભામાં કહ્યું કે 5-10 કે 15 પોલીસ ફરિયાદો થઇ જાય તો બાપુ તૈયારી રાખજો, આપણને કંઇ થવાનું નથી. જો પોલીસવાળા ગામમાં આવીને તમને ધાક ધમકી આપતાં હોય તો પણ કહેજો, તમારા આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી.
8 તારીખ સુધી તમને સારી જગ્યાએ મુકવાની વાતો કરશે, તમને ફુલાવી નાખશે, પણ તમારે નોકરી 58 વર્ષ કરવાની છે. તે વાત યાદ રાખજો, તેમને એક રીતે પોલીસને ચેતવણી આપી છે.

કોંગ્રેસના નેતાઓના ફોન લઇને ડેટા જોવાની પોલીસે જરૂર નથીઃ ગેનીબેન ઠાકોર

લોકોના ટેક્સના પૈસે તમારો પગાર થાય છે, મહેરબાની કરીને સીધા રહેજોઃગેનીબેન ઠાકોર

ગેનીબેને કહ્યું કે અમે ગાંધી વિચારધારાવાળા છીએ અને કાયદો વ્યવસ્થામાં માનીએ છીએ, પરંતુ જો તમે કાયદાનો દુરુપયોગ કરીને કોઇને દબાવવાનો પ્રયાસ કરશો તો અમે પણ તેનો જડબાતોડ જવાબ આપીશું. તેમને આરોપ લગાવ્યો છે કે ભાજપ તંત્રનો ખોટો ઉપયોગ કરીને લોકો પર દબાણ કરી રહ્યું છે અને ધાક ધમકી આપીને લોકોને ભાજપ તરફી કરવામાં આવી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter