જમીન વિવાદમાં આદિવાસીઓએ તીર-કામઠાથી કર્યો હુમલો
40 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ, સ્થિતિ બેકાબૂ બની
એક પીઆઈની હાલત ગંભીર, હોસ્પિટલમાં સારવાર હેઠળઅ
દાંતાઃ અંબાજી નજીક ગબ્બર રોડ પર આવેલા પાડલીયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર હુમલો થયો છે. એક જમીન વિવાદમાં આદિવાસીઓએ સરકારી કર્મચારીઓ પર તીર-કામઠા અને હથિયારોથી આ હુમલો કર્યો હતો.
આ હુમલામાં PI આર.બી. ગોહિલ સહિત અનેક પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ઘાયલ થયા છે. તેમના પર પથ્થરમારો પણ કરાયો હતો. PI ગોહિલને કાનના ભાગે તીર વાગતા તેઓ બેભાન થઇ ગયા હતા. પોલીસકર્મીઓને અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકો દ્વારા પોલીસને ગાડીઓને આગ પણ ચાંપવાના પ્રયાસ થયા હતા. સ્થિતી બેકાબૂ બનતા પોલીસનો બીજો કાફલો પાડલીયા ગામે ખડકી દેવાયો છે.