અમરેલીમાં સાળાએ કુહાડીથી બનેવીના પગ કાપી નાખ્યા, સારવાર દરમિયાન મોત

11:36 AM Nov 12, 2025 | gujaratpost

અમરેલી: જિલ્લાના અરજણસુખ ગામમાં એક ચોંકાવનારી અને ક્રૂર ઘટના સામે આવી છે. ગોંડલનો રહેવાસી દિશેનભાઈ સોલંકી નામના યુવક તેના સગા ભરતભાઈને ત્યાં આવ્યાં હતા. દિશેનભાઈ જ્યારે અહીં હતા, ત્યારે તેના સાળાએ પોતાના 12 જેટલા મિત્રો સાથે મળીને દિશેનભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો.

હુમલાખોરોએ કુહાડી જેવા ધારદાર હથિયારનો ઉપયોગ કરીને દિશેનભાઈ પર હુમલો કર્યો હતો. જેના કારણે તેના બંને પગ શરીરથી કપાઈને અલગ થઈ ગયા હતા. ઘટના એટલી ગંભીર હતી કે ઘાયલ દિશેનભાઈને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ લઈ જવાયા હતા. તેમના શરીરથી અલગ થયેલા બંને પગને કોથળામાં ભરીને હૉસ્પિટલ સુધી લાવવામાં આવ્યાં હતા.

દિશેનભાઈને પહેલા અમરેલી અને પછી રાજકોટ ખસેડવામાં આવ્યાં, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ બનાવની જાણ થતાં જ  ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક હૉસ્પિટલ પહોંચી ગયો હતો.

પ્રાથમિક તપાસમાં આ હુમલો અંગત અદાવત કે કૌટુંબિક કારણોસર થયો હોવાનું માનવામાં આવે છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી તેમજ  તમામ હુમલાખોરોને પકડવા તથા હુમલા પાછળનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.