જમ્મુ કાશ્મીર ચૂંટણીઃ અમિત શાહનો જોરદાર પ્રહાર, રાહુલ બાબાની ત્રણ પેઢીઓ પણ હવે આર્ટિકલ 370 પરત નહીં લાવી શકે

07:17 PM Sep 26, 2024 | gujaratpost

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીનો માહોલ, અમિત શાહે કોંગ્રેસ અને રાહુલને લીધા આડેહાથ

આતંકી અફઝલ ગુરુને લઇને પણ કોંગ્રેસની કાઢી ઝાટકણી

જમ્મુ કાશ્મીરઃ ચૂંટણીના માહોલમાં હવે ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરના ઉદ્યમપુરમાં એક સભાને સંબોધી હતી, જ્યાં તેમને વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું, કહ્યું કે રાહુલ બાબા કાશ્મીરમાં ધારા 370 પરત લાવવાની વાતો કરે છે, પરંતુ તેમની ત્રણ પેઢીઓ પણ આ કરી શકવાની નથી.

કાશ્મીરમાં 370 હટાવવા પર કોંગ્રેસે પણ વિરોધ દર્શાવ્યો હતો અને રાહુલે 370 ની કલમ ફરી લાગુ કરવાની વાત કરી હતી, અમિત શાહે કહ્યું કે મોદીજીની સરકારમાં ના તો પથ્થરમારો થઇ રહ્યો છે, ના તો આતંકવાદ છે. ઉમર અબ્દુલ્લા અને રાહુલ બાબા કહે છે કે અમે કાશ્મીરમાં લોકતંત્ર લાવીશું. 70 વર્ષ સુધી જમ્મુ કાશ્મીરને આ પરિવારોએ બરબાદ કર્યું છે. સાથે જ આતંકવાદી અફઝલ ગુરૂની ફાંસીને લઇને પણ તેમને કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. સાથે જ શાહે કહ્યું કે તેમની સરકાર અહીં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજી રહી છે અને તેમને જીતની આશા વ્યક્ત કરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526