ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ભારત પાકિસ્તાનની પરમાણુ બોમ્બની ધમકીઓથી ડરવાનું નથી, અમે ઘરમાં ઘૂસીને આતંકીઓને માર્યાં

11:23 PM May 17, 2025 | gujaratpost

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકના કુલ 78 પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. જે બાદ જનસભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું,  ભારત પાકિસ્તાનની ન્યૂક્લિયર ધમકીઓથી ડરવાનું નથી. આપણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે અને ભારતના હુમલાથી પાકિસ્તાન ડરી ગયું છે. ઓપરેશન સિંદૂર હેઠળ થયેલી કાર્યવાહીમાં પાકિસ્તાનની જનતાને કોઈ નુકસાન થયું નથી. અમે પાકિસ્તાનના એરબેઝને ધ્વસ્ત કર્યા. આતંકવાદીઓના ઠેકાણાંઓ તોડી પાડ્યાં છે અને આતંકીઓનો ખાત્મો કર્યો છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, સત્તા સંભાળ્યાં પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદી હુમલાઓનો એવો જડબાતોડ જવાબ આપ્યો છે કે દુનિયા હેરાન છે અને પાકિસ્તાન ડરેલું છે. આ વખતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓ નષ્ટ કરવામાં આવ્યાં. પાકિસ્તાનમાં 100 કિમી અંદર ઘૂસીને આતંકીઓને માર્યા છે.

અમિત શાહે આગળ કહ્યું કે આપણે 9 એવા સ્થળોને નષ્ટ કર્યા હતા, જ્યાં આતંકવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી, તેમના ઠેકાણા હતા આજે આખી દુનિયા ભારતની પ્રશંસા કરી રહી છે. ઓપરેશન સિંદૂરના નામકરણ પર અમિત શાહે કહ્યું કે આ ઓપરેશનનું નામકરણ ખુદ પીએમ મોદીએ કર્યું હતું.

Trending :

શાહે કહ્યું, મોદીએ ભારતને વિકસીત બનાવવા માટે કોઈ કસર છોડી નથી અને મોદીએ દેશને સુરક્ષિત કરવાનું કામ પણ કર્યું છે. 2014માં જ્યારે મોદી વડાપ્રધાન બન્યાં તે પહેલા અનેક આંતકવાદી હુમલાઓ થયા હતા. પાકિસ્તાનથી આંતકવાદી આવતા હતા અને આપણા જવાનોને અને જનતાને મારીને ચાંલ્યા જતા હતા. બોમ્બ બ્લાસ્ટ કરતા હતા, ષડયંત્રો કરતા હતા, પરંતુ કોઈ જવાબ આપવામાં આવતો ન હતો, પરંતુ નરેન્દ્ર મોદીએ જ્યારથી શપથ લીધા છે ત્યારથી માત્ર ત્રણ મોટા હુમલાઓ થયા છે પ્રથમ હુમલો ઉરીમાં થયો, બીજો હુમલો પુલવામામાં થયો અને ત્રીજો હુમલો તાજેતરમાં પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત આંતકવાદીઓએ કર્યો હતો, પરંતુ મોદીજીએ દરેક હુમલાનો જવાબ જડબાતોડ રીતે આપ્યો છે.

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++