+

ગ્લોબલ મંચ પર પાકિસ્તાન પડશે ખુલ્લું, કોંગ્રેસ નેતા શશી થરૂરને મોદી સરકારે સોંપી મોટી જવાબદારી- Gujarat Post

નવી દિલ્હીઃ પાકિસ્તાનને વિશ્વ સ્તરે ખુલ્લું પાડવા માટે ભારત સરકારે એક યોજના બનાવી છે, જેના હેઠળ ભારત તરફથી બહુપક્ષીય સાંસદોનું એક પ્રતિનિધિમંડળ ઘણા દેશોની મુલાકાત લેશે. પાકિસ્તાન દ્વારા આતંકવાદના સ

નવી દિલ્હીઃ પાકિસ્તાનને વિશ્વ સ્તરે ખુલ્લું પાડવા માટે ભારત સરકારે એક યોજના બનાવી છે, જેના હેઠળ ભારત તરફથી બહુપક્ષીય સાંસદોનું એક પ્રતિનિધિમંડળ ઘણા દેશોની મુલાકાત લેશે.

પાકિસ્તાન દ્વારા આતંકવાદના સમર્થનને ઉજાગર કરવા માટે ભારતનું આ ડેલિગેશન અલગ-અલગ દેશોમાં જઈને પોતાની વાત રજૂ કરશે અને ભારતના ઓપરેશન સિંદૂરની માહિતી આપશે. ઓપરેશન સિંદૂર અને સરહદ પારના આતંકવાદ સામે ભારતના સતત સંઘર્ષના સંદર્ભમાં, 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ આ મહિનાના અંતમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યો સહિત મુખ્ય ભાગીદાર દેશોની મુલાકાત લેવાના છે.

યાદીમાં કોણ-કોણ છે સામેલ ?

આ યાદીમાં કોંગ્રેસ, એનસીપી (શરદ પવાર), જેડીયુ અને ઘણા પક્ષોના સાંસદોને સામેલ કરવામાં આવ્યા છે. નીચેના સંસદ સભ્યો 7 પ્રતિનિધિમંડળોનું નેતૃત્વ કરશે

શશિ થરૂર, કોંગ્રેસ
રવિશંકર પ્રસાદ, ભાજપ
સંજય કુમાર ઝા, જેડીયુ
બૈજયંત પાંડા, ભાજપ
કનિમોઝી કરુણાનિધિ, ડીએમકે
સુપ્રિયા સુલે, એનસીપી
શ્રીકાંત એકનાથ શિંદે, શિવસેના

મંત્રાલયે જણાવ્યું કે આ પ્રતિનિધિમંડળ ભારત દ્વારા આતંકવાદનો સામનો કરવા માટે ભારતની રાષ્ટ્રીય સહમતિ અને મક્કમ નિર્ધારને પ્રદર્શિત કરશે. મંત્રાલયે કહ્યું, "તેઓ આતંકવાદ સામે ભારતની 'ઝીરો ટોલરન્સ' વાળી નીતિને દુનિયા સમક્ષ લઈ જશે.

નોંધનિય છે કે શશિ થરૂર કોંગ્રેસના સિનિયર નેતા છે અને તેઓ ઘણી વખત કોંગ્રેસની પોલીસી સામે નારાજગી દર્શાવી ચૂક્યાં છે, હવે તેઓ મોદી સરકાર માટે આ કામ કરવા જઇ રહ્યાં છે.

facebook twitter