- મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક
- મમતા બેનર્જીએ તપાસની માંગ કરી
- કેપ્ટન સંભવી પાઠકના છેલ્લા શબ્દો હતા ઓહ શિટ...ઓહ શિટ
બારામતી: મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ સમાચાર સામે આવ્યાં છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત થયું છે.66 વર્ષીય અજિત પવાર પંચાયત ચૂંટણીના પ્રચાર માટે જઈ રહ્યા હતા ત્યારે લેન્ડિંગ પહેલા આ કાળમુખી દુર્ઘટના સર્જાઈ હતી. બુધવારે સવારે 8.45 વાગ્યે અજિત પવારનું ચાર્ટર્ડ પ્લેન બારામતી રનવે પર ઉતરવાની તૈયારીમાં હતું ત્યારે આ દુર્ઘટના થઈ હતી.
એવિએશન ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, પ્રથમ પ્રયાસમાં રનવે સ્પષ્ટ ન દેખાતા પાયલટે પ્લેનને ફરી ઊંચાઈ પર લીધું હતું. બીજા પ્રયાસ દરમિયાન વિમાન લપસી પડ્યું હતું અને જોતજોતામાં પ્લેન અગનગોળો બની ગયું હતું. આ અકસ્માતમાં અજિત પવાર સહિત કુલ 5 લોકોના મોત નીપજ્યા હતા.
દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ અને કોકપીટ વોઈસ રેકોર્ડરમાં મહિલા કો-પાયલટના છેલ્લા શબ્દો "ઓહ શિટ... ઓહ શિટ" સંભળાયા હતા, જે દર્શાવે છે કે છેલ્લી ક્ષણોમાં પાયલટે પ્લેન પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું. આશ્ચર્યની વાત એ છે કે પાયલટે કોઈ ઈમરજન્સી સિગ્નલ કે ‘મેડે’ કોલ પણ કર્યો ન હતો.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં 3 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે અને શાળાઓમાં રજા જાહેર કરી હતી.