અમદાવાદઃ દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર બે સોનાના બિસ્કિટની દાણચોરી કરીને આવેલા એક વ્યક્તિનું બે લોકોએ અપહરણ કરીને તેની પાસેથી સોનાના બિસ્કિટ લૂંટી લીધા હતા. પોલીસે જણાવ્યું કે બે શખ્સોએ આ વ્યક્તિ સાથે પોતાનો પરિચય એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ઓફિસર તરીકે આપ્યો હતો.
પ્રાઈવેટ પાર્ટમાં સોનું છુપાવીને લાવ્યો હતો
અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદી દાનિશ શેખે પોલીસને જાણ કરી હતી કે તે 9 ઓક્ટોબરે વડોદરામાં તેના પરિચિતના કહેવાથી દુબઈ ગયો હતો, જેણે તેની ટિકિટ અને રહેવાની વ્યવસ્થા કરી હતી. ફરિયાદીને સોનાની દાણચોરી માટે તેના કોઈ જાણીતા વ્યક્તિ દ્વારા 20,000 રૂપિયા પણ ચૂકવવામાં આવ્યાં હતા. શેખે કથિત રીતે તેના પ્રાઈવેટ પાર્ટમાં સોનાની બે કેપ્સ્યુલ છુપાવી હતી. શેખ 28 ઓક્ટોબરની સવારે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો.આ 800 ગ્રામ સોનાની કિંમત 50 લાખ રૂપિયા જેટલી થાય છે.
અપહરણકર્તાઓ એટીએસ અધિકારી હોવાનો દાવો કરીને પહોંચ્યાં હતા
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદી તેના પરિચિત દ્વારા વડોદરા ખાતે સોનાના બિસ્કિટ લેવા માટે મોકલેલી વેનમાં એરપોર્ટ પાર્કિંગમાં ગયો હતો, ત્યારબાદ એટીએસ અધિકારી હોવાનો દાવો કરતા બે લોકો વાન પાસે પહોંચ્યાં હતા અને તેઓને ધમકી આપી હતી. દાણચોરી કરાયેલા સોના વિશે તે બધું જ જાણતા હોવાનું કહ્યું હતું. તેમને ATS ઑફિસમાં તેમની સાથે જવા કહ્યું હતું.
ફરિયાદી પાસેથી સોનાના બિસ્કિટ લૂંટી લીધા
એફઆઈઆર મુજબ બંને અપહરણકારો કારને એક બહુમાળી ઈમારતમાં લઈ ગયા હતા.તેને બિલ્ડિંગના 10મા માળે આવેલા ફ્લેટમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને માર મારવામાં આવ્યો હતો અને સોનાના બિસ્કિટ લઈ લેવાયા હતા.બાદમાં ઓટો રિક્ષામાં બસ સ્ટેશન પર લઈ ગયા હતા અને તેને ત્યાં છોડી દીધો હતો.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો