116 તાલુકાઓમાં એક ઈંચથી ઓછો વરસાદ
અમદાવાદઃ શહેરમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. બાપુનગર, નિકોલ, ઓઢવ, પ્રહલાદનગર, આનંદનગર, એસજી હાઇવે, થલતેજ, શીલજ, બોપલ, સરદાર પટેલ રિંગ રોડ, ઇસનપુર, સીટીએમ, જશોદાનગર, ઘોડાસર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. માંગરોળ (જૂનાગઢ)માં 3.5 ઈંચ, જોડીયામાં 3.1 ઈંચ, જૂનાગઢ શહેમાં 2.76 ઈંચ, જૂનાગઢમાં 2.76 ઈંચ વરસાદ પડ્યો હતો. વાપીમાં 2.48 ઈંચ, ભચાઉમાં 2.01 ઈંચ, ગોંડલમાં 1.81 ઈંચ, જલાલપોરમાં 1.77 ઈંચ, સુરત શહેરમાં 1.77 ઈંચ, નવસારીમાં 1.69 ઈંચ, શિહોરોમાં 1.65 ઈંચ વરસાદ વરસ્યો હતો.
જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ હળવાથી મધ્યમ વરસાદ સાથે ઝાપટાની આગાહી કરવામાં આવી છે. પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે 26 જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++