+

હાઈકોર્ટની ફટકાર બાદ પોલીસે રોંગ સાઈડ આવતાં વાહનો જપ્ત કરવાનું શરૂ કર્યું - Gujarat Post

(file photo) અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટ્રાફિક નિયમોના કડક પાલન અંગે અપાયેલી સૂચના બાદ અમદાવાદ પોલીસ સક્રિય બની હતી. હાઇકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વા

(file photo)

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટ્રાફિક નિયમોના કડક પાલન અંગે અપાયેલી સૂચના બાદ અમદાવાદ પોલીસ સક્રિય બની હતી. હાઇકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહનચાલકોના વાહનો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવે. ખાસ કરીને રોંગ સાઇડ ડ્રાઇવિંગ જેવા ગંભીર ગુનાઓમાં તાત્કાલિક વાહન જપ્ત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. 

હાઇકોર્ટની તાકીદને પગલે, આજે સવારથી જ અમદાવાદ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહનચાલકો સામે લાલ આંખ કરવા અને નિયમોનું ઉલ્લંઘન કરનારના વાહનો જપ્ત કરવા સુધીના પગલાં ભરવા હાઇકોર્ટે તાકીદ કરી હતી. જે અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત, એક સપ્તાહ સુધી ટ્રાફિક પોલીસને કડક કામગીરી કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. જેને લઈને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને અમદાવાદના એસજી હાઇવે પર રોંગ સાઇડ આવતા વાહન ચાલકો અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને દંડ ફટકારવાનું શરૂ કર્યું છે.

આગામી એક સપ્તાહ સુધી પોલીસને સઘન ઝુંબેશ ચલાવવા અને નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા બાંહેધરી લેવામાં આવી હતી. શહેરના પિક અવર્સ દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પરના પ્રતિબંધનો સખત અમલ કરાવવા પણ હાઇકોર્ટે સૂચન કર્યું હતું.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter