+

વડોદરામાં વગર વરસાદે મગરે કર્યું કેટ વોક, લોકો વાહનો છોડીને ભાગ્યા - Gujarat Post

વડોદરાઃ શહેરના નરહરિ વિશ્વામિત્રી બ્રિજ રોડ પર એકાએક રાત્રિના સમયે મહાકાય મગર દેખાતા કુતૂહલ સર્જાયું હતું. આ મહાકાય મગર જાણે કેટ વોક માટે આવ્યો હોય તેમ અચાનક રોડ પર આવી જતા વાહનચાલકો પોતાના વાહનો રોડ

વડોદરાઃ શહેરના નરહરિ વિશ્વામિત્રી બ્રિજ રોડ પર એકાએક રાત્રિના સમયે મહાકાય મગર દેખાતા કુતૂહલ સર્જાયું હતું. આ મહાકાય મગર જાણે કેટ વોક માટે આવ્યો હોય તેમ અચાનક રોડ પર આવી જતા વાહનચાલકો પોતાના વાહનો રોડ પર છોડી ભાગ્યા હતા. તો કેટલાક લોકો પોતાના મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો. આ અંગેની જાણ થતા વન વિભાગને સાથે રાખી રેસ્ક્યૂ ટીમે મગરને સહીસલામત પાંજરે પૂર્યા હતો અને વન વિભાગને સુપ્રત કર્યો હતો.

શહેરના નરહરિ હોસ્પિટલ પાસે આવેલ કમિશનર બંગલોના પાછળના ભાગે આવેલ વિશ્વામિત્રી નદી પરના નરહરિ બ્રિજ પાસે 8 ફૂટનો મહાકાય મગર લટાર મારવા નીકળ્યો હતો. લોકો પોતાના વાહનો રોડ પર મૂકી ભાગ્યા હતા. આ અંગેનો કોલ રેસ્ક્યૂ ટીમને આપવામાં આવતા ભારે જહેમત બાદ આખરે મગરને પકડવામાં સફળતા મળી હતી. મહાકાય મગરને પકડવા માટે લોકોની ભારે ભીડના કારણે રેસ્ક્યૂ ટીમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આખરે ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter