જૂનાગઢઃ ભેંસાણના પરબ વાવડી ગામના તલાટી કમ મંત્રી જયદીપ જનકભાઈ ચાવડાને 1500 રૂપિયાની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યાં છે. આરોપીએ ડિઝિટલ પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા લાંચની રકમ લીધી હતી.
ફરીયાદીના ભાઇએ પરબ વાવડી ગામ તા.ભેસાણ જિ.જૂનાગઢ ખાતે કોર્ટ મેરેજ કરેલા હતા. તેઓને સરકાર તરફથી આર્થિક સહાય મળવા પાત્ર હતી અને જે મેળવવા માટે સબંધિત લગ્ન સ્થળેથી તલાટી મંત્રી દ્વારા અપાતા મેમોરેન્ડમની જરૂરીયાત હતી, જેથી તેમને તલાટીનો સંપર્ક કર્યો હતો, મેમોરેન્ડમ મેળવવાની અવેજ પેટે આરોપીએ ફરિયાદી પાસેથી 1500 રૂપિયાની લાંચ લીધી હતી.
ક્યુઆર કોડ આપીને તેના પર લાંચની રકમ લેવામાં આવી હતી, આરોપી સામે ફરિયાદીએ એસીબીમાં અરજી આપી હતી, જેને આધારે એસીબીએ આરોપીને ઝડપી લીધો છે.
ટ્રેપીંગ અધિકારી: આર.આર.સોલંકી,
પોલીસ ઇન્સ્પેક્ટર, એ.સી.બી. પો.સ્ટે., રાજકોટ શહેર તથા સ્ટાફ
સુપરવિઝન અધિકારી: કે.એચ.ગોહિલ,
ઈ.ચા. મદદનીશ નિયામક,
એ.સી.બી.,રાજકોટ એકમ
