ACB Trap: સુરત મનપાના બે બાબુઓ લાંચના છટકામાં ફસાયા, રૂ.35000 ની લીધી હતી લાંચ

10:15 PM Jun 11, 2024 | gujaratpost

સુરતઃ લોકસભાની ચૂંટણી બાદ ફરી એક વખત ગુજરાત એસીબી (લાંચ રુશ્વત વિરોધી બ્યુરો) એ સપાટો બોલાવી દીધો છે. છેલ્લા થોડા જ દિવસોમાં 10 જેટલા સરકારી બાબુઓને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે, હવે સુરતમાં પણ એસીબીએ ટ્રેપ કરી છે, જેમાં જીજ્ઞેશકુમાર ચિમનભાઇ પટેલ, કલાર્ક, આકરણી વિભાગ, સુરત મહા નગરપાલિકા, સાઉથ ઝોન-A, ઉધના, વર્ગ-3, મેહુલકુમાર બાલુભાઇ પટેલ, કલાર્ક, આકરણી વિભાગ, સુરત મહા નગરપાલિકા, સાઉથ ઝોન-A, ઉધના,વર્ગ-3 પર સકંજો કસ્યો છે.

જય બજરંગ પાન એન્ડ ફુલ સેન્ટરની સામે, ખરવર નગર રોકડીયા હનુમાન મંદિરની પાછળ, ઉધના કેનાલ રોડ, સુરતમાં 35 હજાર રૂપિયાની લાંચ લેવામાં આવી અને એસીબીએ ટ્રેપ કરી હતી.

સુરત મહાનગરપાલિકામાં ફરીયાદી મકાન વેરો ભરતા આવે છે, આ મકાનનો વેરો દર ત્રણ વર્ષે રીકવીજેશન કરવાનો થતો હોવાથી તેની કાર્યવાહી કરવાના અવેજ પેટે આ કામના આરોપીઓએ એકબીજાની સાથે મળીને ફરિયાદી પાસે રૂપિયા 35 હજારની લાંચની માંગણી કરી હતી.
 
ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એ.સી.બીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. જેને આઘારે લાંચના છટકામાં   આરોપીઓ આવી ગયા હતા. બંને લાંચિયા બાબુઓને એસીબીએ ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
 
ટ્રેપીંગ અધિકારી: કે.જે.ધડુક, પો.ઇન્સ., સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ

સુપર વિઝન અધિકારીઃ આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526