+

સફરજન જ્યુસના નામે ગુજરાતમાં લવાયો હતો દારુ, લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત- Gujarat Post

ભાવનગરઃ ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે અવાર નવાર દારૂનો મસમોટો જથ્થો ઝડપાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભાવનગરના  નજીકથી રૂ. 35.47 લાખના દારૂ ભરેલાં ટ્રક સાથે ડ્રાઈવરને ઊંઘતો ઝડપી પાડયો હતો.

ભાવનગરઃ ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે અવાર નવાર દારૂનો મસમોટો જથ્થો ઝડપાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભાવનગરના  નજીકથી રૂ. 35.47 લાખના દારૂ ભરેલાં ટ્રક સાથે ડ્રાઈવરને ઊંઘતો ઝડપી પાડયો હતો. ઝડપાયેલાં ડ્રાઈવરે પોલીસ પૂછપરછમાં અનેક રહસ્ય ઘટસ્ફોટ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પ્રાથમિક પૂછપરછમાં ડ્રાઈવરે જણાવ્યું કે, હોટેલ પાસે તે ટ્રકને પાર્ક કરીને સુતો હતો. ત્યાં થોડી જ ક્ષણોમાં પોલીસ ત્રાટકી હતી. ટ્રકની તપાસમાં  સફરજનના જ્યુસ ભરેલાં જથ્થાની વાતને બદલે દારૂનો જથ્થો નીકળ્યો હતો. જો કે ટ્રકમાં દારૂનો જથ્થો હોવા અંગે ડ્રાઈવર ખુદ અજાણ હોવાનો તેણે પોલીસ પૂછપરછમાં દાવો કર્યો હતો. જયુસના નામે દારૂની ખેપ મંગાવનાર વરતેજના બે શખ્સો, દારૂ મોકલનાર, ટ્રક માલિક અને ડ્રાઈવર સહિત સાત શખ્સો સામે વરતેજ પોલીસે ફરિયાદ દાખલ કરી છે.

એસએમસીએ વિદેશી દારૂની નાની-મોટી 19,356 બોટલો કે જેની કિ.રૂ.35,47,200, એક ટ્રક, બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.55.57 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક બળવંતસિંઘ દિલબાગસિંઘ જાંગરાને ઝડપી લીધો હતો. ઝડપાયેલા ડ્રાઈવરની પૂછપરછ હાથ કરતા કાલુનીલ ભાંખોથરા (રહે, જયપુર,રાજસ્થાન) અને અનિલ જગદીશ પંડયા (ફતેપુર,,રાજસ્થાન) નામના શખ્સોએ મળી હરિયાણાના અંબાલા ખાતેથી દારૂનો જથ્થો ભરી વરતેજના બે બુટલેગર સંજયસિંહ ઉર્ફે ભાણુભા સહદેવસિંહ સરવૈયા અને કુમારસિંહ ઉર્ફે દિગપાલસિંહ મહાવીરસિંહ સરવૈયાને પહોંચાડવા કહ્યું હતું. પરંતુ બુટલેગરો સુધી દારૂ પહોંચે તે પૂર્વે જ વરતેજથી નજીક તે દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter