ખેડાઃ એસીબીએ ખેડા જિલ્લામાં આવેલી પલાણા ગ્રામ પંચાયતના કર્મચારીને ઝપેટમાં લીધા છે.નરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ વાઘેલા, તલાટી કમ મંત્રી, વર્ગ-3, પલાણા ગ્રામ પંચાયતને રૂપિયા 5 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. આરોપીએ તુલસી ફૂડ કોર્ટ, ડભાણ ચોકડી, નડિયાદમાં લાંચ લીધી હતી.
ફરિયાદીએ તેમના કૌટુંબિક ભાઈઓનાં નામની જમીનની વારસાઈ કરાવવા અને આ જમીન પર થયેલું ઘરોનું ગેરકાયદેસર બાંધકામ હટાવવા અરજી આપી હતી. જેમાં જરૂરી કાગળો આપવા માટે 10 હજાર રૂપિયાની લાંચ માંગી હતી, અગાઉ 5 હજાર રૂપિયાની લાંચ ઓનલાઇન બેંક ખાતામાં લેવામાં આવી હતી અને બાકીના 5 હજાર રૂપિયા માટે માંગણી થઇ રહી હતી.
ફરિયાદી બીજા લાંચના નાંણા આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં એસીબીએ લાંચનું છટકું ગોઠવીને 5 હજાર રૂપિયા રોકડા લેનારા આ સરકારી બાબુને ઝડપી લીધો હતો. જો તમારી પાસે પણ કોઇ સરકારી બાબુ લાંચની માંગણી કરી છે તો તમે પણ એસીબીનો સંપર્ક કરી શકો છો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++