+

ACB ટ્રેપઃ રૂ.500 ની લાંચ લઇને આ ગ્રામ પંચાયતના તલાટી ફસાયા

સાબરકાંઠાઃ એસીબીએ 500 રૂપિયાની લાંચમાં સરકારી કર્મચારીને ઝડપી લીધા છે. જીતેન્દ્ર ઝવેરભાઈ પટેલ, તલાટી, ગઢા ગ્રામ પંચાયત કચેરી, હિંમતનગરને લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યાં છે. આરોપીએ ગઢા ગ્રામ પંચા

સાબરકાંઠાઃ એસીબીએ 500 રૂપિયાની લાંચમાં સરકારી કર્મચારીને ઝડપી લીધા છે. જીતેન્દ્ર ઝવેરભાઈ પટેલ, તલાટી, ગઢા ગ્રામ પંચાયત કચેરી, હિંમતનગરને લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યાં છે. આરોપીએ ગઢા ગ્રામ પંચાયત કચેરીમાં જ લાંચ લીધી હતી.

ફરિયાદીએ શૌચાલય બનાવેલું હતુ, સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ સરકારની સહાય મેળવવા ફોર્મ ભરેલું હતુ, જેની સહાયરૂપે સરકાર તરફથી રૂપિયા 12,000 ની સહાય મળતી હોય છે. જે સહાયના રૂપિયા ફરિયાદીના ખાતામાં જમા કરાવવા આરોપીએ 2000 રૂપિયાની માગણી કરેલી. ફરિયાદીએ અગાઉ 1500 રૂપિયા આપેલા અને બાકી લાંચની રકમ રૂપિયા 500 આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો.

જે અંગેની ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરતા આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂપિયા 500 ની લાંચની માંગણી કરી હતી. જેમાં લાંચ લેતા જ આ બાબુ ઝડપાઇ ગયા છે.

ટ્રેપીગ અધિકારી: જે.પી.ચૌધરી,
પોલીસ ઇન્સ્પેકટર, સાબરકાંઠા એ.સી.બી પો. સ્ટેશન તથા ટીમ

સુપરવિઝન અધિકારી: એ.કે.પરમાર, મદદનીશ નિયામક
ગાંધીનગર એ.સી.બી.એકમ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter