+

ACB ટ્રેપમાં બે સરકારી બાબુઓ ફસાયા, રૂ,10,000ની માંગી હતી લાંચ

દાહોદઃ ફરિયાદીના સગા ભાભીએ ફરિયાદી તથા તેમના બીજા ભાઇ વિરૂધ્ધ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી હતી. જે અરજીના કામે ફરિયાદીના જામીન થઇ ગયા હતા. જે જામીન કરાવવાના અવેજ પેટે નારણ રસુલભાઇ સંગાડા, એ.એ

દાહોદઃ ફરિયાદીના સગા ભાભીએ ફરિયાદી તથા તેમના બીજા ભાઇ વિરૂધ્ધ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી હતી. જે અરજીના કામે ફરિયાદીના જામીન થઇ ગયા હતા. જે જામીન કરાવવાના અવેજ પેટે નારણ રસુલભાઇ સંગાડા, એ.એસ.આઇ, વર્ગ-3, દાહોદ રૂરલ પોલીસ સ્ટેશને રૂ.10,000 ની લાંચની માગણી કરી હતી.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી. ટોલ ફ્રી નં.1064 ઉપર સંપર્ક કરીને લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આરોપી નારણ અને કનુ રાવજીભાઇ રાવત, (પટાવાળા) વર્ગ-4 એ હેતુલક્ષી વાતચીત કરી હતી, રૂ.10 હજારની લાંચની રકમ આરોપી કનુ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં સ્વીકારતા પકડાઇ ગયો છે. બંન્ને આરોપીઓને ડિટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

ટ્રેપિંગ અધિકારી: એચ. બી. ચાવડા,
પોલીસ ઇન્સ્પેક્ટર, ગાંધીનગર એ.સી.બી.પો.સ્ટે.

સુપરવિઝન અધિકારી: એ. કે. પરમાર,
મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ.

(તમારી આસપાસ પણ લાંચિયાઓ હોય તો તમે પણ ટોલ ફ્રી નં 1064 પર સંપર્ક કરી શકો છો)

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter