રાજકોટઃ સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલના નાયબ ઇજનેર રૂ. 5 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા હતા. આ અધિકારીએ ખેતરમાં વીજ કનેકશન આપવા માટે ખેડૂત પાસેથી લાંચ માંગી હતી, પરંતુ અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં ફરિયાદ કરી હતી, જેમાં લાંચીયા અધિકારીએ કચેરીમાં જ લાંચ લીધી અને એસીબીએ ઝડપી લીધા.
ફરીયાદીના મોટાબાપુએ પોતાના ખેતરમાં વીજ કનેકશન મેળવવા માટે નાયબ ઇજનેર પી.જી.વી.સી.એલ, પેટા વિભાગની કચેરી વઢવાણ ખાતે અરજી કરી હતી. જે વીજ કનેકશન આપવા માટેની કાર્યવાહી માટે ફરીયાદીએ નાયબ ઈજનેર પરેશ પંચાલનો રૂબરૂ સંપર્ક કર્યો હતો. આરોપીએ કનેકશન આપવા માટે રૂ.5,000 ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.
આ કાર્યવાહી એસીબીના એમ.ડી.પટેલ,પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પો.સ્ટે. સુરેન્દ્રનગર, સુપર વિઝન અધિકારી કે.એચ.ગોહિલ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક,એ.સી.બી. રાજકોટ એકમ અને તેમની ટીમે કરી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પી.જી.વી.સી.એલ. પેટા વિભાગની કચેરી, વઢવાણ, જિ.સુરેન્દ્રનગર ખાતે નાયબ ઇજનેર, વર્ગ-૧ તરીકે ફરજ બજાવતા પરેશકુમાર વિઠ્ઠલદાસ પંચાલ રૂા.૫,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
— ACB Gujarat (@ACBGujarat) December 19, 2024
Dial 1064@sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram pic.twitter.com/t15b1u27jd