+

ACB ટ્રેપઃ દાહોદમાં પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા 3 હજારની લાંચ લેતા ઝડપાયો

દાહોદઃ એસીબીએ પોલીસકર્મીને લાંચ લેતા ઝડપી લીધો છે, દાહોદમાં એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રમેશ વાઘમસી ત્રણ હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીની ઝપેટમાં આવી ગયા છે. પોલીસમાં થયેલી અરજીનો નિ

દાહોદઃ એસીબીએ પોલીસકર્મીને લાંચ લેતા ઝડપી લીધો છે, દાહોદમાં એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રમેશ વાઘમસી ત્રણ હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીની ઝપેટમાં આવી ગયા છે.

પોલીસમાં થયેલી અરજીનો નિકાલ કરવા માટે કોન્સ્ટેબલે ફરિયાદી પાસે 5 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી, અંતે 3 હજાર રૂપિયા આપવાનું નક્કિ કરાયું હતુ.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ પોલીસ કોન્સ્ટેબલને 3 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા હતા. તમારી પાસે પણ કોઇ સરકારી કર્મચારી લાંચની માંગણી કરે છે તો તમે પણ એસીબીમાં ફરિયાદ કરી શકો છો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter