+

પુતિન શપથગ્રહણ કરે તે પહેલા જ ઝેલેન્સકીની થવાની હતી હત્યા, જાણો છેલ્લી ક્ષણે કેવી રીતે બચી ગયા ?

કીવઃ યુક્રેન- રશિયા યુદ્ધ મેદાનમાંથી વિશ્વને હચમચાવી દે તેવા સમાચાર સામે આવી રહ્યાં છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જે સમયે રશિયામાં સતત પાંચમી વખત પુતિનનો શપથ ગ્રહણ સમારોહ યોજાઈ રહ્યો હતો, તે જ સમયે

કીવઃ યુક્રેન- રશિયા યુદ્ધ મેદાનમાંથી વિશ્વને હચમચાવી દે તેવા સમાચાર સામે આવી રહ્યાં છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જે સમયે રશિયામાં સતત પાંચમી વખત પુતિનનો શપથ ગ્રહણ સમારોહ યોજાઈ રહ્યો હતો, તે જ સમયે યુક્રેનમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. હત્યારાઓ ઝેલેન્સકીની નજીક જવાની કોશિશ કરી રહ્યાં હતા, પરંતુ યુક્રેનની ગુપ્તચર એજન્સીઓએ છેલ્લી ઘડીએ આ રશિયન ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. તેનાથી રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો જીવ બચી ગયો.

ઝેલેન્સકીની હત્યાનું કાવતરું કેવી રીતે ઘડવામાં આવ્યું ?

યુક્રેને છેલ્લી ઘડીએ તેને કેવી રીતે નિષ્ફળ બનાવ્યું ?

યુક્રેનિયન કાઉન્ટર ઇન્ટેલિજન્સ તપાસકર્તાઓએ દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીની સાથે અન્ય કેટલાક ટોચના યુક્રેનિયન લશ્કરી અને રાજકીય વ્યક્તિઓની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, પરંતુ યુક્રેને આ ભયાનક રશિયન કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. રશિયન ગુપ્તચર એજન્સીઓએ તેમની હત્યા કરવા માટે ઝેલેન્સકીની સુરક્ષામાં મુકાયેલા સ્ટેટ ગાર્ડ્સના કર્નલોની નિમણૂંક કરી હતી. પરંતુ યુક્રેનની સુરક્ષા એજન્સીઓને સમયસર આ ષડયંત્રની જાણ થઇ જતા ઝેલેન્સકીનો જીવ બચી ગયો હતો.

ઝેલેન્સકીની હત્યા કરવા જઈ રહેલા બે કર્નલોની અટકાયત કરવામાં આવી

યુક્રેનના સ્ટેટ ગાર્ડના બે કર્નલ જેઓ ઝેલેન્સકી અને અન્ય ટોચના અધિકારીઓની રક્ષા કરે છે, તેમને રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસ દ્વારા ઘડવામાં આવેલા કાવતરાને અંજામ આપવાના પ્રયાસની શંકાના આધારે અટકાયતમાં લેવામાં આવ્યાં હતા, યુક્રેનની સુરક્ષા એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું કે ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર રશિયાના હુમલા બાદ આ શંકાસ્પદ અધિકારીઓની ભરતી કરવામાં આવી હતી. ત્યારથી તેમને ઝેલેન્સકીની હત્યાનું કાવતરું ઘડવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

પુતિન શપથ લે તે પહેલા જ ઝેલેન્સકીની હત્યા થવાની હતી

રાજ્ય સુરક્ષા સેવાના વડા વાસિલ મલિયુકના કહેવા અનુસાર મંગળવારે પાંચમી ટર્મ માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના શપથ ગ્રહણ સમારોહ પહેલા આ હુમલાનું ષડયંત્ર હતુ, પરંતુ આ ષડયંત્રને નિષ્ફળ બનાવાવી દેવામાં આવ્યું છે. રશિયા ઝેલેન્સકીની હત્યાનું કાવતરું ઘડી રહ્યું હોવાનો યુક્રેનનો આરોપ નવો નથી. ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે 2022માં તેમની હત્યાના 10 નિષ્ફળ પ્રયાસો કરાયા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Trending :
facebook twitter