સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાં સગીરની જાહેરમાં ચપ્પુના ઘા મારી નિર્દયી હત્યા કરવામાં આવી છે. જે મામલે પોલીસે આરોપી પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમની સારવાર ચાલી રહી છે.
લિંબાયત વિસ્તારમાં સામાન્ય બાઈક અથડાવાની બાબતે બોલાચાલી થતા થોડા જ સમયમાં હિંસક ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. આરોપી રાહુલ જોગી 17 વર્ષીય અનુરાગ પવાર પર હુમલો કરીને ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ અનુરાગને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસ સ્થળ પર પહોંચીને આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી રાહુલ જોગીને મીઠી ખાડી વિસ્તાર પાસેથી ટ્રેસ કર્યો હતો. પોલીસ તેને પકડવાનો પ્રયાસ કરતા આરોપીએ અચાનક પોલીસ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ ગંભીર રીતે ઘાયલ થયા હતા.પરિસ્થિતિ વધુ બેકાબૂ બનતા પોલીસે આત્મરક્ષામાં અને આરોપીને કાબૂમાં લેવા બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસના ફાયરિંગ દરમિયાન આરોપી રાહુલ જોગીના પગમાં ગોળી વાગી હતી. જેના કારણે તે ઘાયલ હાલતમાં ઢળી પડ્યો હતો. ત્યારબાદ પોલીસે તાત્કાલિક આરોપીને કસ્ટડીમાં લઈ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/