ઉત્તરપદેશઃ લખનઉની એક હોટલમાં પરિવારના 5 સભ્યોની હત્યા કરનાર આરોપી મોહમ્મદ અરશદનો એક વીડિયો સામે આવ્યો છે. આરોપીએ આ હત્યા માટે તેના સ્થાનિક રહેવાસીઓને જવાબદાર ઠેરવ્યાં છે. આગ્રાના રહેવાસી અરશદે વીડિયોમાં તેના ઘણા રહેવાસીઓના નામ પણ લીધા છે.
વીડિયોમાં આરોપી મોહમ્મદ અરશદ કહેતો જોવા મળ્યો હતો કે અસ્સલામ અલૈકુમ...મારું નામ મોહમ્મદ અરશદ છે. મારા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના કારણે લીધે મજબૂરીમાં મેં મારી બહેનોને અને મારી માને મારા હાથે મારી નાખ્યાં છે, જો પોલીસને આ વીડિયો મળશે તો તરત જ ખબર પડશે કે આ બધા માટે કોલોનીના લોકો જવાબદાર છે. અમારું ઘર છીનવી લેવા માટે તેઓએ અમારા પર ઘણા અત્યાચાર કર્યા છે. અમે અમારો અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ આજદિન સુધી અમારી વાત કોઈએ સાંભળી નથી. જેના કારણે અમને 15 દિવસથી ફૂટપાથ પર સૂવાની ફરજ પડી હતી. ઠંડીમાં ભટકવું પડ્યું પડ્યું છે, તેઓએ અમારું ઘર છીનવી લીધું છે. અમારી પાસે ઘરના કાગળો છે અને તે અમે મંદિરના નામે કરવા માગતા હતા.અમે પોતાનો ધર્મ બદલવા માંગતા હતા.
એટલા માટે અમે તમામ કાગળો અમારી પાસે રાખ્યાં છે. જો પોલીસને આ વીડિયો મળે તો લખનઉ પોલીસ અને યોગીજી (મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ)ને વિનંતી છે કે આવા મુસ્લિમોને બક્ષશો નહીં. તમે જે પણ કરી રહ્યાં છો, તમે ખૂબ જ સારી રીતે કરી રહ્યાં છો. આ મુસ્લિમો દરેક જગ્યાએ જમીનો પર કબ્જો જમાવે છે અને તેઓ અન્ય લોકો પર જુલમ કરે છે. તેઓ કયા પ્રકારનું કામ કરે છે તે ખબર નથી. નકલી નોટોનો ધંધો કરે છે.
અમે લાંબા સમય સુધી તેમની સામે કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે તે કરી શક્યા નહીં અને અમારા મોત માટે આખી કોલોની જવાબદાર છે અને મુખ્ય લોકો છે રાનુ ઉર્ફે આફતાબ અહેમદ, અલીમ ખાન, સલીમ ડ્રાઈવર, અહેમદ, આરીફ, અઝહર અને તેમના સંબંધીઓ. તે ઓટો ચલાવે છે.
આ લોકો એક વિશાળ લેન્ડ માફિયા ગેંગ ચલાવે છે. આમાં છોકરીઓ વેચે છે. આ લોકોની યોજના અમને (પિતા અને અરશદ) ને ખોટા આરોપમાં જેલમાં મોકલવાની અને અમારી બહેનોને હૈદરાબાદમાં વેચવાની હતી. અમારા ઘરની સામે એક વ્યક્તિ રહે છે, તેઓ અમારી બહેનોને તેને વેચવા માંગતા હતા. જેથી આજે બપોરે 2 વાગ્યે મારે બહેનોનું ગળું દબાવીને અને તેમના હાથની નસો કાપીને મારી નાખવાની ફરજ પડી હતી.
24 વર્ષના અરશદે બુધવારે સવારે તેની માતા અને ચાર બહેનોની હાથ અને ગળાની નસ કાપીને હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ પોલીસે આરોપીને સ્થળ પરથી જ પકડી લીધો હતો. હાલ હોટલમાં તેની સાથે રહેતો આરોપીનો પિતા ફરાર છે. પોલીસને આશંકા છે કે પિતા પણ આ જઘન્ય હત્યામાં સામેલ હોઈ શકે છે.
લખનઉ હત્યાનો આરોપી અરશદ આગરાના ઇસ્લામ નગરના તેધી બગીયાનો રહેવાસી છે. 30 ડિસેમ્બરે અરશદના પરિવારના 7 સભ્યો આગ્રાથી લખનઉ ગયા હતા. જેમાં તેની પત્ની, 4 પુત્રીઓ અને એક પુત્રનો સમાવેશ થાય છે. પરિવાર લખનઉના ચારબાગ નાકા વિસ્તારમાં આવેલી હોટલ શરણજીતના રૂમ નંબર 109માં રોકાયો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++