આરોપીઃ પંકજકુમાર પરષોત્તમભાઇ પટેલ, પો.સ.ઇ, વર્ગ-3, ખંભાત સીટી પોલીસ સ્ટેશન, ખંભાત, જી.આણંદ
ગુનાનુ સ્થળઃ લાલ દરવાજા પોલીસ ચોકી પાસે, જાહેર જગ્યા પર, ખંભાત, જી.આણંદ
ફરીયાદી તથા તેમના ભાગીદાર દ્ધારા ખંભાત શહેરમાં જમીન રાખી તેમાં પ્લોટ પાડેલા હતા અને આ જમીન અશાંતધારા હેઠળ આવતી હતી, જેથી પ્લોટ વેચાણ આપવા અશાંતધારાની મંજુરી મેળવવા જમીનના માલિકે વેચાણ લેનારની વિગત સાથે પ્રાંત કચેરી ખંભાત ખાતે અરજી કરેલી, જે અરજી પોલીસ અભિપ્રાય અર્થે ખંભાત સીટી પો.સ્ટે. ખાતે આવેલી અને આ અરજીની તપાસ આ કામના આરોપી કરતા હોઇ આ કામના ફરીયાદી આરોપીને મળી અશાંતધારાની મંજુરી મેળવવા આવેલી બે અરજીઓના અભિપ્રાય બાબતે વાત કરતા આરોપીએ એક અરજી દીઠ 15 હજાર એમ કૂલ 30 હજારની લાંચની માંગ કરી હતી.
ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી આણંદ એ.સી.બી. પો.સ્ટે. ખાતે ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદને આધારે લાંચનુ છટકું ગોઠવતા લાંચના છટકામાં આરોપીએ ફરીયાદી સાથે લાંચની માંગણીની હેતુલક્ષી વાતચીત કરીને લાંચના નાણા રૂપિયા 30 હજાર લીધા હતા, ત્યારે જ એસીબીની ટીમે તેમને ઝડપી લીધા હતા.
ટ્રેપીંગ અધિકારી: સુ.શ્રી એમ.એલ.રાજપુત, પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટે., આણંદ તથા ટીમ
સુપરવિઝન અધિકારી: એમ.એચ.પુવાર, મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ એકમ, અમદાવાદ
ઇન્ચાર્જ અધિકારીઃ હરેશ મેવાડા, નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ