કુંવળજી બાવળિયાને સીએમ બનાવોઃ ભૂપત ડાભી
કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવોઃ વિનોદ વાલાણી
અગાઉ નીતિન પટેલ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હતા
શું કુંવરજી બાવળિયાને લોટરી લાગશે ?
ગાંધીનગરઃ ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાના અહેવાલો આવી રહ્યાં છે. ખાસ કરીને મંત્રીમંડળમાં સ્થાન મેળવવા અને પોતાનું ગમતું પદ મેળવવા નેતાઓ અત્યારથી જ લોબિંગ કરી રહ્યાં હોય તેવું દેખાય છે. હવે પાંચાળ વિકાસ બોર્ડ અને કોળી સમાજના અગ્રણી વિનોદ વાલાણીએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પ્રમોશન આપવા રજૂઆત કરી છે. તેમણ કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવા માંગ કરી છે, તો ભૂપત ડાભીએ માંગ કરી છે કે બાવળિયાને સીએમ પદ આપો, આ મામલે જસદણ-વિંછીયા પંથકના કોળી અગ્રણીઓ દ્વારા દિલ્હી દરબાર સુધી રજૂઆત કરવામાં આવી છે.
અનેક આગેવાનો દ્વારા જુદી જુદીરજૂઆત કરવામાં આવી
કુંવરજી બાવળિયાએ દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે પણ મુલાકાત કરી હતી. તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યાં હતા અને પીએમ મોદીના નજીકના નેતાઓમાંના એક છે, થોડા સમય પહેલા કુંવરજીનો વિરોધ પણ થયો હતો, હવે લોકસભા ચૂંટણી બાદ કોળી સમાજના અનેક લોકો કુંવરજી બાવળિયાને સારા પદ પર ઇચ્છે છે, જેથી તેમને રજૂઆત કરવાનું શરૂ કરી દીધું છે.
જો કે ભાજપમાં એક વાત એ પણ રહી છે કે જે નેતાના સમર્થકો પહેલાથી કોઇ પદ માટે બૂમો પાડે છે તે નેતાને કદાચ તે પદ મળતું જ નથી, ભાજપ એક શિસ્તનો અમલ કરનારી પાર્ટી કહેવાય છે, ત્યારે કુંવરજી બાવળિયાના કેસમાં જોવું રહ્યું કે પાર્ટી આ મામલે શું નિર્ણય કરે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/