+

ગુજરાતમાં ભાજપ લોકસભાની તમામ 26 બેઠકો જીતીને હેટ્રિક મારશે કે નહી ? કોંગ્રેસે કર્યો આ દાવો- Gujarat Post

(Image Courtesy: BJP4Gujarat) સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ છે રાજ્યમાં એક થી બે સીટ પર જ ભાજપને 5 લાખની લીડ મળી શકે છે અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2024ના આવતીકાલે (lok sabha election results 2024) પ

(Image Courtesy: BJP4Gujarat)

સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ છે

રાજ્યમાં એક થી બે સીટ પર જ ભાજપને 5 લાખની લીડ મળી શકે છે

અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2024ના આવતીકાલે (lok sabha election results 2024) પરિણામો જાહેર થવાના છે. આ પહેલા ગુજરાતમાં ભાજપ લોકસભાની (Gujarat lok sabha seats)તમામ 26 સીટો જીતીને હેટ્રિક મારશે કે નહીં તેની ચર્ચાઓ થઈ રહી છે. રાજકોટ ભાજપના સાંસદ (Rajkot BJP Candidate) પરસોત્તમ રૂપાલાના (Parshottam Rupala)ક્ષત્રિય સમાજ પરના નિવેદનના કારણે કોંગ્રેસને પણ વોટબેંકમાં ઘણો મોટો ફાયદો થયો હોવાનો દાવો છે.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરેલા દાવા મુજબ, ગુજરાતમાં કોંગ્રેસ ચાર બેઠકો જીતશે. જ્યારે છ બેઠકો પર કાંટાની ટક્કર રહેશે. તમામ એક્ઝિટ પોલ અને સટ્ટા બજારમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક થશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે, પણ કોંગ્રેસને આ વખતે ગુજરાતમાં ખાતું ખુલવાની આશા છે.

ભરૂચ બેઠક પર ગઠબંધન થયું હોવાથી કોંગ્રેસે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને ટિકિટ આપી હતી. આ બેઠક પર પણ ભાજપ માટે આકરા ચઢાણ છે. જોકે ગુજરાતમાં ભાજપ 26 સીટ જીતીને હેટ્રિક કરે છે કે પછી કોંગ્રેસનું ગઠબંધન કામ કર છે તે આવતીકાલ સુધીમાં સ્પષ્ટ થઈ થશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter