આતિશી હશે દિલ્હીના નવા મુખ્યમંત્રી
New Delhi CM News: દિલ્હીના મુખ્યમંત્રી પદની રેસમાં અનેક નામ સામેલ હતા. વર્તમાન કેબિનેટ સભ્યો આતિશી ઉપરાંત સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, પૂર્વ દિલ્હી લોકસભાના ઉમેદવાર કુલદીપ કુમાર, વિધાનસભાના ઉપાધ્યક્ષ રાખી બિરલાન અને અન્ય નામો પણ સામેલ હતા, જેમાં હવે આતિશીના નામ પર મ્હોર મારવામાં આવી છે.
દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે સીએમ કેજરીવાલ મંગળવારે સાંજે 4:30 કલાકે ઉપરાજ્યપાલને મળશે અને તેમનું રાજીનામું સોંપશે. તે જ સમયે, AAP ધારાસભ્ય દળની બેઠક મંગળવારે બપોરે લગભગ 11:30 વાગ્યે મળી હતી, જેમાં સીએમ અરવિંદ કેજરીવાલે આતિશીના નામ પર મ્હોર મારી હતી અને અન્ય ધારાસભ્યોએ તેને સમર્થન આપ્યું હતુ.
મીડિયા સાથે વાત કરતા દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે મુખ્યમંત્રીની ખુરશી પર કોણ બેસશે તેનાથી કોઈ ફરક પડતો નથી. કારણ કે વોટ અરવિંદ કેજરીવાલને આપવામાં આવ્યો હતો. જનતાએ કેજરીવાલને પસંદ કર્યા. તેમણે વધુમાં કહ્યું કે તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે નહીં. ચૂંટણી સુધી અમારામાંથી એક ખુરશી પર બેસી રહેશે. ભગવાન રામની ગેરહાજરીમાં ભરતે જેમ શાસન કર્યું તેમ ભરત ખુરશી પરથી રાજ કરશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/