કોણ છે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી ? જેમના ઘરે પીએમ મોદીએ જઈને લીધા હતા આશીર્વાદ

12:34 PM May 03, 2024 | gujaratpost

જામ સાહેબે વડાપ્રધાન મોદીને પહેંરાવી પાઘડી

જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી રેલીઓને સંબોધવા ગુજરાતમાં છે. દરમિયાન પીએમ મોદીએ સમય કાઢીને જામનગરમાં જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજીના ઘરે જઈને તેમના આશીર્વાદ લીધા હતા. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે જામનગર પહોંચ્યા બાદ તેઓ જામ સાહેબના ઘરે ગયા અને તેમની સાથે વાતચીત કરી હતી. તેમને મળીને હંમેશા આનંદ થાય છે. તેમની હૂંફ અને બુદ્ધિમત્તા અનુકરણીય છે.

પહેલા પણ મળી ચૂક્યાં છે

આ પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલ 2022માં પૂર્વ ક્રિકેટર જામ સાહેબ શત્રુશલ્યસિંહજીને મળ્યાં હતા અને જૂની યાદોને તાજી કરીને સારો સમય પસાર કર્યો હતો. વડા પ્રધાને ટ્વીટમાં લખ્યું હતું કે જામનગરમાં મને જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજીને મળવાની તક મળી જેઓ એક વડીલ તરીકે હંમેશા મારા પ્રત્યે ખૂબ જ પ્રેમાળ રહ્યા છે.

જામ સાહેબ શત્રુસૈલ્યસિંહજી કોણ છે?

શત્રુશલ્યસિંહજી ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે. નવાનગરના મહારાજાનું બિરુદ ધરાવનાર છેલ્લા વ્યક્તિ છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી 1972 સુધી શત્રુશલ્યસિંહજી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વડા હતા. તેમને 1958-59ની સિઝનમાં બોમ્બે સામે સૌરાષ્ટ્ર તરફથી રમતા પ્રથમ-વર્ગમાં પ્રવેશ કર્યો હતો. તેમને 1959-60માં સૌરાષ્ટ્ર માટે ત્રણ, 1961-62માં ચાર અને 1962-63માં ચાર મેચ રમી હતી.શત્રુશલ્યસિંહજીએ 1966-67માં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની કપ્તાની કરી હતી, જે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની અંતિમ સિઝન હતી. તેમને મોઇન-ઉદ-દૌલા ગોલ્ડ કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતીય સ્ટારલેટ્સની કેપ્ટનશિપ કરી હતી.

જામ સાહેબનો ઈતિહાસ

જામ સાહેબ એ નવાનગરના શાસક રાજકુમારનું બિરુદ છે જે હવે ગુજરાતમાં જામનગર છે. જામ સાહેબ રાજપૂતોના જામ જાડેજા કુળના હતા. જામ રાવલજી 1540માં નવાનગરના પ્રથમ જામ સાહેબ હતા. તેમણે કચ્છમાંથી સ્થળાંતર કરીને હાલાર પ્રદેશમાં નવાનગરની સ્થાપના કરી હતી. તેમાં 999 ગામોનો સમાવેશ થાય છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526