Ambalal Patel Forecast: અંબાલાલ પટેલની આગાહી, નવરાત્રીમાં ખેલૈયાની મજા બગાડી શકે છે મેઘરાજા- Gujarat Post

05:10 PM Sep 21, 2024 | gujaratpost

Latest Gujarati News: હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે અને ચોમાસાની વિદાય જેવું દેખાઇ રહ્યું છે, વરસાદના વિરામ વચ્ચે તાપમાન વધતાં લોકો ઉકળાટનો સામનો કરી રહ્યાં છે. જોકે, આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. જેને લઈ ગરબે ઘૂમવા માંગતા ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી હોવાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. 25 થી 30 સપ્ટેમ્બર અને 10 થી 13 ઓક્ટોબર દરમિયાન વરસાદ વરસી શકે છે. મોટાભાગના વિસ્તારમાં અડધાથી 4 ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે તો અરબી સમુદ્રમાં નવરાત્રી દરમિયાન હવાનું હળવું દબાણ બની શકે છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ થશે. આ સાથે વડોદરા, પંચમહાલ, અરવલ્લીમાં વરસાદની આગાહી તો સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરાઇ છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી 7 દિવસના હવામાન અંગે જણાવતાં કહ્યું કે, ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. જો કે, કચ્છમાં આગામી 7 દિવસ દરમિયાન હવામાન સૂકું રહેશે. અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડી અને બીજી સાયક્લોનિક સર્ક્યુલેશન થાઇલેન્ડ પાસે બનેલું છે. આ બંન્ને સાયક્લોનિક સર્ક્યુલેશના કારણે 23મી તારીખે એક લો પ્રેશર એરિયા બનશે. તેની હલચલ ઉત્તર પશ્ચિમ દિશામાં રહેશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526