+

પ.બંગાળમાં પીએમ મોદીને ઝાલમુરી ખવડાવનારના જીવને ખતરો, પાકિસ્તાનથી મળી ધમકી

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ઝારગ્રામની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દુકાનમાં જાલમુરી ખાધી હતી અને દુકાનદારનો વીડિયો જોરદાર વાયરલ થયો હતો.અહીની વિધાનસભા બેઠકો પર પણ

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ઝારગ્રામની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દુકાનમાં જાલમુરી ખાધી હતી અને દુકાનદારનો વીડિયો જોરદાર વાયરલ થયો હતો.અહીની વિધાનસભા બેઠકો પર પણ ભાજપની જીત થઇ હતી, હવે જાલમુરી વેચનાર વિક્રમ સાઓનાનો જીવ જોખમમાં છે. તેમણે કહ્યું કે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

વિક્રમ સાઓએ જણાવ્યું કે તેમને પાકિસ્તાન અને બાંગ્લાદેશ તરફથી ધમકીઓ મળી રહી છે. તેમને પાકિસ્તાન તરફથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ફોન આવી રહ્યાં છે. એક વીડિયો કોલ, એક ગ્રુપ કોલ અને ઘણા લોકોએ હથિયારોથી ધમકી આપી હતી. તેમણે ડરને કારણે ફોન કાપી નાખ્યો હતો.

બાંગ્લાદેશથી પણ ધમકીઓ

તેમને બાંગ્લાદેશથી ફોન આવ્યો હતો, જેમાં તેમને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમને ઓડિયો કોલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આવા અસંખ્ય કોલ આવી રહ્યાં છે, વોટ્સએપ મેસેજ દ્વારા પણ ધમકીઓ મળી રહી છે.

વિક્રમ સાઓએ જણાવ્યું કે તેમનો જીવ જોખમમાં છે. વહીવટીતંત્રને જાણ કર્યા પછી, બે સુરક્ષા કર્મચારીઓને તેમની સાથે તૈનાત કરવામાં આવ્યાં છે. વોટ્સએપ મેસેજમાં કહેવામાં આવ્યું કે તેઓ નિશાન પર છે અને તેના ઘર પર બોમ્બમારો કરવામાં આવશે. જો કે સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે.

facebook twitter