- શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાનો પ્રાથમિક અંદાજ
- આગની લપેટમાં શૂઝનું કારખાનું આવી ગયું હતું અને જોત જોતામાં જ આખી ઈમારત તેમાં લપેટાઈ ગઇ
કાનપુરઃ કાનપુરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. ચમન ગંજ વિસ્તારમાં ગાંધીનગર ખાતે આવેલી એક પાંચ માળની ઈમારતમાં રવિવારે રાતે ભીષણ આગ લાગતાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા. મૃતકોમાં પતિ-પત્ની અને ત્રણ બાળકો સામેલ છે. 8 કલાક સુધી તેમને બચાવવા પ્રયાસ કરાયા હતા. પરંતુ છેવટે બધાના શબ જ હાથ લાગ્યા હતા. ઈમારતમાં લાગેલી ભીષણ આગ પર કાબૂૂ મેળવવા ફાયર બ્રિગેડની એક ડઝનથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ સ્થિતિ 8 કલાકે કાબૂમાં આવી હતી.
ડીસીપી દિનેશ ત્રિપાઠીએ કહ્યું કે બે લોકોની હાલત ગંભીર છે. હાલ મેડિકલ એક્ઝામિનેશન બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. અમને માહિતી મળી હતી કે ત્રણ લોકો ઈમારતમાં ફસાયેલા છે પરંતુ જ્યાં સુધી અમે કોઈ પરિણામ સુધી પહોંચીએ એ પહેલા જ પાંચ લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા. આ ઈમારતના નીચલા ફ્લોર પર શૂઝનું કારખાનું હતું અને કારખાનેદાર જ ઉપર રહેતા હતા.